Arvalli News : મોડાસામાં સર્પદંશથી અઢી વર્ષના બાળકનું મોત, અમદાવાદમાં ચાલતી હતી સારવાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લીના મોડાસમાં સર્પદંશથી બાળકનું મોત થયું છે, બાળક આંગણમાં રમી રહ્યો હતો તે દરમિયાન સાપે ડંખ મારતા તેનું મોત થયું છે, બાળકને સારવાર પહેલા મોડાસમાં આપવમાં આવી અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડયો હતો જયાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
બાળકના મોતથી પરિવારમાં શોકની લાગણી
મોડાસાના એલ્યાન્સ સોસાયટીમાં રહેતા અઢી વર્ષના બાળકનું સર્પદંશથી મોત થયું છે, પાંચ દિવસ પૂર્વે ઘર આગળ રમતા બાળકને સાપે ડંખ માર્યો હતો અને ત્યાંથી તેને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયો હતો, અમદાવાદની હોસ્પિટલમાં બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બાળકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે અને અરવલ્લી જિલ્લાના વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
સાપ કરડે તો શું કરવું?
જો કોઈને સાપ કરડે તો પીડિતને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સારવારમાં કોઈપણ વિલંબ જીવલેણ બની શકે છે. શાંત રહો અને શરીરને શક્ય તેટલું ઓછું હલાવવું, જેથી ઝેર શરીરમાં ઝડપથી ફેલાઈ ન શકે. સોજો ટાળવા માટે ઘરેણાં અને ચુસ્ત કપડાં દૂર કરો. કરડેલા ભાગને હૃદયના સ્તરથી નીચે રાખો, જેથી ઝેર શરીરમાં ઝડપથી ફેલાઈ ન શકે. સાપ કરડે તો શું ન કરવું?
કરડેલા ભાગને ધોશો નહીં, કારણ કે આનાથી ઝેર ઝડપથી ફેલાઈ શકે છે. જે જગ્યા પર સર્પદંશ થયુ હોય તે જગ્યાને ચુસ્ત રીતે બાંધશો નહીં, આ લોહીનો પ્રવાહ બંધ કરી શકે છે અને સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. કરડેલા ભાગ પર બરફ અથવા કોઈપણ સખત પટ્ટી (ટૉર્નિકેટ) ન લગાવો. ઘાને કાપશો નહીં અથવા ઝેર ચૂસવાનો પ્રયાસ કરશો નહીં, આ ચેપનું જોખમ વધારી શકે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

