Aravalliના વણીયાદમાં સરપંચ ઉમેદવાર પર હુમલો, કાર આંતરી 12 લોકોએ કર્યો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લીના વણીયાદમાં સરપંચ ઉમેદવાર પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે, પ્રચાર દરમિયાન 12 જેટલા લોકોએ હુમલો કર્યો છે, તો ઉમેદવાર સરપંચને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ઉમેદવારની કાર આંતરી 12 જેટલા લોકોએ હુમલો કર્યો છે, પથ્થરમારો કરી કારના કાચ તોડી નાખ્યા છે અને ઉમેદવાર સૌરભ ત્રિવેદીને હોસ્પિટલ ખસેડાયા છે.
અરવલ્લીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ ઉમેદવાર ઉપર હુમલો
અરવલ્લીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ ઉમેદવાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે, મોડાસાના વણીયાદ ગામની ચૂંટણીમાં પ્રચાર માટે જતા હતા અને તે દરમિયાન આ ઘટના બની છે, આજે વહેલી સવારે 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો છે, ઉમેદવારની કાર આંતરી કાર ઉપર પથ્થરમારો કરી કાચ ફોડી હુમલો કર્યો છે, ઉમેદવાર સૌરભ ત્રિવેદી 108 મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખાતે લવાયા છે, ઘટના અંગે ટીંટોઇ પોલીસને જાણ કરાઇ છે.
અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન
અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયુ છે, જિલ્લામાં 86 ગ્રામ પંચાયતો માટે મતદાન થઈ રહ્યું છે, વહેલી સવારથી જ મતદારોની મતદાન કરવા માટે લાઈન લાગી છે, સ્થાનિક નેતાને ચૂંટવા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
નવસારી જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણી
નવસારી જિલ્લાની 58 ગ્રામપંચાયત માટે મતદાન શરૂ થયું છે, 58 ગ્રામપંચાયત માટે 26 મથકો પર મતદાન શરૂ થયું છે, ગ્રામપંચાયત ચૂંટણીમાં 1,08,668 મતદારો છે અને જિલ્લામાં 16 મતદાન મથકો સંવેદનશીલ છે.
વડોદરા જિલ્લામાં 208 ગ્રામ પંચાયતની ચૂંટણી
વડોદરા જિલ્લામાં 208 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, તાલુકા પંચાયતની 10 બેઠક પર થશે મતદાન અને મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે.
રાજકોટમાં ગ્રામપંચાયત ચૂંટણીમાં મતદાન
રાજકોટમાં ગ્રામપંચાયત ચૂંટણીમાં મતદાન ઉત્સાહભેર શરૂ થયું છે, જસદણ,વીંછીયામાં ગ્રામ પંચાયત માટે મતદાન શરૂ થયું છે, જસદણમાં 45 મતદાન મથકો ઉપર મતદાન, વીંછીયામાં 36 મતદાન મથકો ઉપર મતદાન છે, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું છે.
What's Your Reaction?






