Aravalli જિલ્લમાં ખાબકયો કમોસમી વરસાદ, ખેડૂતોના પાકને થયું મોટુ નુકસાન
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.માલપુર,મેઘરજ,ઉભરાણ, સૂલપાણેશ્વરમાં વરસાદ મોડી રાતથી વરસી રહ્યો છે,સાથે સાથે ભિલોડાના સુનોખ,વશેરા કંપામાં પણ માવઠું પડયું છે તો બીજી તરફ પહાડીયા, સિસોદરા, કંભરોડા,બેડજ, કુંભેરા, રામગઢીમાં પણ કમોસમી વરસાદ પડયો છે.ખેડૂતોના તૈયાર થયેલ પાકમાં પાણી ફરી વળ્યું છે. મેઘરજમાં ધીમી ધારે વરસાદ શરૂ મેઘરજમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે,અને અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે.ખેડૂતો સૌથી વધુ ચિંતામાં મૂકાયામાં છે એક તરફ શિયાળુ પાકની તૈયારી તો બીજી તરફ વરસાદના કારણે બટાકા,ઘઉં અને ચણાના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે,મકાઈના પાકમાં પણ ખાસુ એવું નુકસાન જોવા મળ્યું છે. હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહીના પગલે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા છે,ગાંભોઈ પંથકના ગાંભોઈ સહિત ચાંદરણી, ગાંધીપુરા, મોરડુંગરા, ચાંપલાનાર ગ્રામ્ય વિસ્તારોમા કમોસમી વાતાવરણ વચ્ચે વહેલી સવારે વરસાદી છાંટા પડી રહ્યાં છે.જ્યારે રૂપાલ પંથકના રૂપાલકંપા, બાવસર, ટીંબા કંપા, હાથરોલ ગામોમાં રાત્રી દરમિયાન કમોસમી વરસાદી ઝાપડાં પડ્યા છે.ઘઉં, રાયડો, બટાકા સહિતના રવિ ખેતી પાકોને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતોની ચિંતા વધી છે. ગઈકાલે અમદાવાદમાં પણ પડયો કમોસમી વરસાદ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારો- ઇસનપુર, મણિનગર, કાંકરિયા, રાયપુર, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વરસાદી ઝાપટાંને કારણે કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમમાં લોકોના રંગમાં ભંગ પડ્યો હતો. લોકો કાર્નિવલનો કાર્યક્રમ છોડીને બહાર નીકળી ગયા હતા. કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ થોડીવાર માટે બંધ કરી દેવો પડ્યો હોવાનું જાણવા મળ્યું હતુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.માલપુર,મેઘરજ,ઉભરાણ, સૂલપાણેશ્વરમાં વરસાદ મોડી રાતથી વરસી રહ્યો છે,સાથે સાથે ભિલોડાના સુનોખ,વશેરા કંપામાં પણ માવઠું પડયું છે તો બીજી તરફ પહાડીયા, સિસોદરા, કંભરોડા,બેડજ, કુંભેરા, રામગઢીમાં પણ કમોસમી વરસાદ પડયો છે.ખેડૂતોના તૈયાર થયેલ પાકમાં પાણી ફરી વળ્યું છે.
મેઘરજમાં ધીમી ધારે વરસાદ શરૂ
મેઘરજમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે,અને અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે.ખેડૂતો સૌથી વધુ ચિંતામાં મૂકાયામાં છે એક તરફ શિયાળુ પાકની તૈયારી તો બીજી તરફ વરસાદના કારણે બટાકા,ઘઉં અને ચણાના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે,મકાઈના પાકમાં પણ ખાસુ એવું નુકસાન જોવા મળ્યું છે.
હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા છે,ગાંભોઈ પંથકના ગાંભોઈ સહિત ચાંદરણી, ગાંધીપુરા, મોરડુંગરા, ચાંપલાનાર ગ્રામ્ય વિસ્તારોમા કમોસમી વાતાવરણ વચ્ચે વહેલી સવારે વરસાદી છાંટા પડી રહ્યાં છે.જ્યારે રૂપાલ પંથકના રૂપાલકંપા, બાવસર, ટીંબા કંપા, હાથરોલ ગામોમાં રાત્રી દરમિયાન કમોસમી વરસાદી ઝાપડાં પડ્યા છે.ઘઉં, રાયડો, બટાકા સહિતના રવિ ખેતી પાકોને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતોની ચિંતા વધી છે.
ગઈકાલે અમદાવાદમાં પણ પડયો કમોસમી વરસાદ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારો- ઇસનપુર, મણિનગર, કાંકરિયા, રાયપુર, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વરસાદી ઝાપટાંને કારણે કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમમાં લોકોના રંગમાં ભંગ પડ્યો હતો. લોકો કાર્નિવલનો કાર્યક્રમ છોડીને બહાર નીકળી ગયા હતા. કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ થોડીવાર માટે બંધ કરી દેવો પડ્યો હોવાનું જાણવા મળ્યું હતુ.