Aravalli: સભામાં બાળકીએ વ્યક્ત કરી CM ના સન્માનની ઈચ્છા, મુખ્યમંત્રીએ દીકરીને સ્ટેજ પર તેડાવી જીત્યું દિલ

Apr 17, 2026 - 12:30
Aravalli: સભામાં બાળકીએ વ્યક્ત કરી CM ના સન્માનની ઈચ્છા, મુખ્યમંત્રીએ દીકરીને સ્ટેજ પર તેડાવી જીત્યું દિલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લી જિલ્લાની મુલાકાતે છે. સભા સ્થળે મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, પરંતુ આ દરમિયાન એક એવી ઘટના બની જેણે સૌના દિલ જીતી લીધા હતા. સભા મંડપમાં હાજર એક નાની બાળકીએ મુખ્યમંત્રીનું સન્માન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેની જાણ મુખ્યમંત્રીને થતા તેમણે પ્રોટોકોલ બાજુ પર મૂકી બાળકીને મંચ પર બોલાવી હતી.

બાળકીએ આપ્યું સરસ્વતી પુસ્તક

મુખ્યમંત્રીના આગમન બાદ જ્યારે સ્વાગત વિધિ ચાલી રહી હતી, ત્યારે સભા મંડપમાં ઉભેલી આ નાની દીકરી CM ને મળવા અને તેમનું સન્માન કરવા આતુર હતી. મુખ્યમંત્રીએ દરિયાદિલી દાખવી બાળકીને પોતાની પાસે સ્ટેજ પર બોલાવી હતી. આ નાનકડી દીકરીએ મુખ્યમંત્રીને 'સરસ્વતી પુસ્તક' ભેટ આપીને તેમનું આદરપૂર્વક સન્માન કર્યું હતું.

ચર્ચામાં રહી મુખ્યમંત્રીની સાદગી

સામાન્ય રીતે મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં ચુસ્ત સુરક્ષા અને પ્રોટોકોલ હોય છે, પરંતુ ભૂપેન્દ્ર પટેલે જે રીતે એક નાની બાળકીની લાગણીને માન આપી તેને મંચ પર સ્થાન આપ્યું, તેની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: Dahod: વિશ્વકર્મા એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, ચોથા માળે શોર્ટ સર્કિટથી ઘરવખરી બળીને ખાખ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0