વડોદરા શહેરના વોર્ડ 15માં કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશીના પુત્ર પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો

Apr 17, 2026 - 19:00
વડોદરા શહેરના વોર્ડ 15માં કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશીના પુત્ર પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Election : વડોદરા શહેરના વોર્ડ નંબર 15માં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીએ ભાજપ યુવા મોરચાના કાર્યકરો સામે ફરિયાદ નોંધાવી છે કે, પ્રચાર દરમ્યાન તેમના પરિવાર સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું અને તેમના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો છે.

આશિષ જોષીના જણાવ્યા મુજબ, ઉકાજી વાડીયા વિસ્તારમાં તેઓ પોતાની પત્ની, બહેન અને પુત્ર યસ સાથે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ભાજપના ઉમેદવારો અને કાર્યકરો ત્યાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન બોલાચાલી વધી જતાં ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હતો, જેમાં તેમના પુત્ર યસને હાથના ભાગે ઇજા પહોંચી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0