Aravalli: ગિફ્ટ સિટીમાં રોકાણના નામે 500 કરોડની ઠગાઈ, અરવલ્લીના ઇસરીનો ઉત્પલ પટેલ કરોડોનું ફૂલેકું ફેરવી વિદેશ ફરાર

May 7, 2026 - 13:30
Aravalli: ગિફ્ટ સિટીમાં રોકાણના નામે 500 કરોડની ઠગાઈ, અરવલ્લીના ઇસરીનો ઉત્પલ પટેલ કરોડોનું ફૂલેકું ફેરવી વિદેશ ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં વધુ એક મોટું રોકાણ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ગામના વતની ઉત્પલ પટેલે ગિફ્ટ સિટી (ગાંધીનગર) માં ડેટા સેન્ટરના નામે રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. પ્રાથમિક અંદાજ મુજબ આ કૌભાંડનો આંકડો 500 કરોડ સુધી પહોંચી શકે છે.

શું હતી ઠગાઈની મોડસ ઓપરેન્ડી?

ઉત્પલ પટેલે ગિફ્ટ સિટી, નોઈડા અને કાશ્મીરમાં લક્ઝુરિયસ ઓફિસો ખોલીને લોકોને મોટા સપના બતાવ્યા હતા. તેણે કથિત રીતે એક ડેટા સેન્ટર બનાવીને તેમાં 'ટેરા બાઈટ' (TB) ભાડે આપવાની સ્કીમ શરૂ કરી હતી.રોકાણની લાલચ: 1 TB માટે ₹38,000નું રોકાણ કરાવવામાં આવતું હતું. રોકાણકારોને દર મહિને 1,650 ભાડું આપવાની ખાતરી આપવામાં આવી હતી.આ આકર્ષક સ્કીમમાં ફસાઈને ગુજરાત સહિત રાજ્ય બહારના સેંકડો લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું.

ઓફિસને તાળા વાગતા ભાંડો ફૂટ્યો

ગિફ્ટ સિટીમાં આવેલી તેની ઓફિસને અચાનક તાળા વાગી જતાં અને રોકાણકારોને વળતર મળતું બંધ થતાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. તપાસ કરતા જાણવા મળ્યું છે કે મૂળ ઇસરીનો ઉત્પલ પટેલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરીને પલાયન થઈ ગયો છે. એવી પણ ચર્ચા છે કે તે ચાર દિવસ પહેલા જ વિદેશ ભાગી ગયો છે. હાલ તેનું વતન ઇસરીનું ઘર પણ બંધ હાલતમાં છે.હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ અને એવોર્ડ

ઉત્પલ પટેલ ખૂબ જ હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ જીવતો હતો અને BMW જેવી મોંઘીદાટ ગાડીઓનો શોખીન હતો. આશ્ચર્યની વાત એ છે કે તેણે ભૂતકાળમાં રાજ્યના અનેક મંત્રીઓના હસ્તે એવોર્ડ પણ મેળવ્યા છે, જેનો ઉપયોગ તે રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે કરતો હતો. હાલમાં છેતરાયેલા રોકાણકારોમાં ભારે રોષ છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે.

આ પણ વાંચો: Ahmedabad: નારણપુરા ક્રોસિંગ પાસે AMTS બસની બ્રેક ફેલ થતા અકસ્માત, બસે 3 બાઇક અને કારને અડફેટે લીધા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0