Kodinarમાં લોનના હપ્તા ભરવા માટે વૃદ્ધાને કારમાં લિફ્ટ આપી છરીની અણીએ લૂંટ ચલાવનાર આરોપીની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ગત 4 જુલાઈના રોજ એક વૃદ્ધા સાથે બનેલી સનસનાટીપૂર્ણ લૂંટની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કર્યો છે. કોડીનારના વિઠ્ઠલપુર બસ સ્ટેશન નજીકથી આલીદર જઈ રહેલા એક વૃદ્ધાને એક ઇકો કારના ચાલકે લિફ્ટ આપવાના બહાને બેસાડ્યા હતા. મોરવડ ગામ નજીક પહોંચતા જ કાર ચાલકે વૃદ્ધાના ગળા પર છરી રાખી સોનાના બૂટિયાંની લૂંટ ચલાવી હતી. વૃદ્ધાએ વિરોધ કરતાં હાથમાં છરી મારી ઇજા પહોંચાડી, ચાલુ કારમાંથી ધક્કો મારી તે ફરાર થઈ ગયો હતો.
પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો
ભારે વરસાદની કપરી પરિસ્થિતિ વચ્ચે કોડીનાર પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલ આરોપી થોરડી ગામનો ઇકો કાર ચાલક હાર્દિક નાનજીભાઈ શિયાળ હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે આર્થિક સંકડામણમાં હતો અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા લીધેલી ઓનલાઇન લોનના હપ્તા ભરવા માટે જ તેણે આ લૂંટનો શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો.
પોલીસે કાર અને સોનાની બૂટી સહિત મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે આરોપી પાસેથી લૂંટાયેલા રૂ.1 લાખની કિંમતના સોનાના બૂટિયાં, ગુનામાં વપરાયેલી ઇકો કાર, તીક્ષ્ણ છરી અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.4.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોડીનાર પોલીસ મથકના પી.આઈ. એન.વી. હરિયાણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. જી.એન. કાછડ, પી.એસ.આઈ. એમ.આર. બાંભણિયા સહિતની ટીમે આ પ્રશંસનીય અને સફળ કામગીરી પાર પાડી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ લૂંટ અને હુમલાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

