Aravalliમાં ફોરલેન કામને લઈ સ્થાનિકો વિફર્યા, રાજેન્દ્રનગરનો રસ્તો ચક્કાજામ કરાયો
અરવલ્લીમાં ફોરલેન કામને લઇ રસ્તા રોકો આંદોલન સ્થાનિકોએ કર્યુ છે.રાજેન્દ્રનગર પાસેનો રોડ સ્થાનિકોએ બન્ને તરફથી ચક્કાજામ કર્યો છે.મેઢાસણ પાસે યુવકોએ રસ્તો બ્લોક કરીને વિરોધ કર્યો છે.4 મહિનાથી તંત્રએ કામગીરી બંધ કરતા લોકોને હાલાકી પડી રહી છે તેમજ સ્થાનિકોએ ચિમકી પણ ઉચ્ચારી છે કે,જયાં સુધી યોગ્ય ઉકેલ નહી આવે ત્યાં સુધી રસ્તો બંધ કરવામાં આવશે.રસ્તાની બંને બાજુ વાહનો ની લાગી લાઈનો મોડાસાના રાજેન્દ્રનગર ચોકડી પાસે સ્થાનિકોએ રસ્તો બ્લોક કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી,મેઢાસણ પાસે યુવકોએ રસ્તા રોકી વિરોધ કર્યો હતો,રાજેન્દ્રનગર ચોકડી પાસે ફોરલેન કામ ચાલી રહ્યું છે અને ચાર મહિનાથી આ કામ બંધ કરતા લોકોને હાલાકી પડી રહી છે.રોડ પર કામ ચાલુ હોવાથી રોડ ખખડધજ બની ગયો છે જેના કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યાં છે.સ્થાનિકોનું એ પણ કહેવું છે કે,અગામી સમયમાં રોડ પર બેસીને રામધૂન પણ કરવામાં આવશે. 1470 કરોડ રોડ માટે ફાળવ્યા મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લીમાં ફોરલેન કામને લઇ રસ્તા રોકો આંદોલન સ્થાનિકોએ કર્યુ છે.રાજેન્દ્રનગર પાસેનો રોડ સ્થાનિકોએ બન્ને તરફથી ચક્કાજામ કર્યો છે.મેઢાસણ પાસે યુવકોએ રસ્તો બ્લોક કરીને વિરોધ કર્યો છે.4 મહિનાથી તંત્રએ કામગીરી બંધ કરતા લોકોને હાલાકી પડી રહી છે તેમજ સ્થાનિકોએ ચિમકી પણ ઉચ્ચારી છે કે,જયાં સુધી યોગ્ય ઉકેલ નહી આવે ત્યાં સુધી રસ્તો બંધ કરવામાં આવશે.
રસ્તાની બંને બાજુ વાહનો ની લાગી લાઈનો
મોડાસાના રાજેન્દ્રનગર ચોકડી પાસે સ્થાનિકોએ રસ્તો બ્લોક કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી,મેઢાસણ પાસે યુવકોએ રસ્તા રોકી વિરોધ કર્યો હતો,રાજેન્દ્રનગર ચોકડી પાસે ફોરલેન કામ ચાલી રહ્યું છે અને ચાર મહિનાથી આ કામ બંધ કરતા લોકોને હાલાકી પડી રહી છે.રોડ પર કામ ચાલુ હોવાથી રોડ ખખડધજ બની ગયો છે જેના કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યાં છે.સ્થાનિકોનું એ પણ કહેવું છે કે,અગામી સમયમાં રોડ પર બેસીને રામધૂન પણ કરવામાં આવશે.
1470 કરોડ રોડ માટે ફાળવ્યા
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.
ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે
ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.