Gandhinagar: ખાદ્ય પદાર્થોના ચેકિંગની ખાસ ઝૂંબેશમાં 4.5 કરોડથી વધુનો જથ્થો જપ્ત કરાયો
તહેવારોને ધ્યાને રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. 4.5 કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરાયો છે. મહેસાણા અને પાટણ ખાતેથી રૂ. 1.39 કરોડનું 45.5 ટનનું શંકાસ્પદ ઘી પકડી પાડવામાં આવ્યું છે. ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા 640 થી વધુ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ. જી. કોશિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા “ફૂડ સેફ્ટી પખવાડિયા”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને અત્યાર સુધીમાં 4.5 કરોડ રૂપિયાની કિંમતનો 45 ટનથી વધારે અખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અને આ જથ્થાની વાત કરવામાં આવે તો તહેવારોમાં લોકોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે અત્યારથી જ ચેક કરીને અટકાવી દેવામાં આવ્યું છે. મહેસાણા ખાતેથી સવા કરોડનું બનાવટી ઘી જપ્ત કરવામાં આવ્યું છે. પાટણ ખાતેથી 25 લાખની કિંમતનું બનાવટી ઘી પકડવામાં આવ્યું છે. ભાવનગર ખાતેથી 38 લાખ રૂપિયાની તુવેર દાળનો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત અન્ય નાની મોટી રેડ રાજ્યના દરેક જિલ્લામાં ચાલુ છે. આ ઉપરાંત તાલીમ અને જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકની સલામતી અને લોકજાગૃતિ માટે 3 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર 2024 સુધી "ફૂડ સેફટી પખવાડિયા" નું આયોજન કરવામાં આવ્યું છે. પખવાડિયાના પ્રથમ 4 દિવસમાં ખાદ્ય પદાર્થોના ચેકિંગની ખાસ ઝૂંબેશમાં રૂ. 1.73 કરોડથી વધુનો 32,000 કિગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ કોઇપણ ભોગે ચલાવી નહીં લે આવા તત્વો સામે કડક કાર્યવાહી થશે. નવરાત્રિ દરમ્યાન લોકોમાં જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા ફૂડ સેફટી પખવાડિયા દરમિયાન કરવામાં આવેલી કામગીરી વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ફૂડ સેફટી પખવાડિયા દરમ્યાન વિવિધ જગ્યાએ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રી દરમ્યાન લોકોમાં જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. ફૂડ સેફટી પખવાડિયાના પ્રથમ 4 દિવસ દરમિયાન 672 એન્ફોર્સમેન્ટ નમુના અને 1607 સર્વેલન્સ નમુના મળીને 2279 નમુના લેવામાં આવ્યા હતાં. જયારે 1170 ઇન્સ્પેકશન કરાયા હતાં. આ પખવાડિયા દરમ્યાન દૂધ અને દૂધની બનાવટો, મીઠો માવો અને બરફી, ખાદ્ય તેલની ડ્રાઈવની 14 રેડમાં રૂ. 1.73 કરોડથી વધુનો 32,000 કિગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 900 થી વધુ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમણે ઉમેર્યું હતું કે, આ ફૂડ સેફ્ટી પખવાડિયામાં રાજ્યની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિવિધ કચેરીઓ દ્વારા એન્ફોર્સમેન્ટ, અવરનેશ, ટ્રેનિંગની વિવિધ પ્રવૃતિઓ અને લાયસન્સ-રજીસ્ટ્રેશનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 900થી વધુ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ફૂડ સેફટી પખવાડિયાના ત્રીજા દિવસે તંત્રની વિવિધ કચેરીઓ દ્વારા વિવિધ શાળા- કોલેજોમાં વિદ્યાર્થીઓ અને ખોરાકના વેપારીઓ માટે અવરનેશ અને ટ્રેનીંગ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. 15000 થી વધુ સંચાલકો ઓનલાઈન ટ્રેનિંગમાં જોડાયા હતાં જે હેઠળ 150 થી વધુ અવરનેસ કાર્યક્રમો અને 70 થી વધુ ટ્રેનિંગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પી.એમ. પોષણ કાર્યક્રમ અંતર્ગત કામ કરતા 15000 થી વધુ સંચાલકો ઓનલાઈન ટ્રેનિંગમાં જોડાયા હતાં. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નડિયાદમાં આવેલી જય અંબે સ્પાઇસીસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કાળા મરીમાં ભેળસેળ કરતાં હોવાથી રૂ. 9 લાખ થી વધુની કિંમતનો 2600 કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તહેવારોને ધ્યાને રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. 4.5 કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરાયો છે. મહેસાણા અને પાટણ ખાતેથી રૂ. 1.39 કરોડનું 45.5 ટનનું શંકાસ્પદ ઘી પકડી પાડવામાં આવ્યું છે. ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા 640 થી વધુ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ. જી. કોશિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા “ફૂડ સેફ્ટી પખવાડિયા”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને અત્યાર સુધીમાં 4.5 કરોડ રૂપિયાની કિંમતનો 45 ટનથી વધારે અખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અને આ જથ્થાની વાત કરવામાં આવે તો તહેવારોમાં લોકોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે અત્યારથી જ ચેક કરીને અટકાવી દેવામાં આવ્યું છે. મહેસાણા ખાતેથી સવા કરોડનું બનાવટી ઘી જપ્ત કરવામાં આવ્યું છે. પાટણ ખાતેથી 25 લાખની કિંમતનું બનાવટી ઘી પકડવામાં આવ્યું છે. ભાવનગર ખાતેથી 38 લાખ રૂપિયાની તુવેર દાળનો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત અન્ય નાની મોટી રેડ રાજ્યના દરેક જિલ્લામાં ચાલુ છે. આ ઉપરાંત તાલીમ અને જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકની સલામતી અને લોકજાગૃતિ માટે 3 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર 2024 સુધી "ફૂડ સેફટી પખવાડિયા" નું આયોજન કરવામાં આવ્યું છે. પખવાડિયાના પ્રથમ 4 દિવસમાં ખાદ્ય પદાર્થોના ચેકિંગની ખાસ ઝૂંબેશમાં રૂ. 1.73 કરોડથી વધુનો 32,000 કિગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ કોઇપણ ભોગે ચલાવી નહીં લે આવા તત્વો સામે કડક કાર્યવાહી થશે.
નવરાત્રિ દરમ્યાન લોકોમાં જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા
ફૂડ સેફટી પખવાડિયા દરમિયાન કરવામાં આવેલી કામગીરી વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ફૂડ સેફટી પખવાડિયા દરમ્યાન વિવિધ જગ્યાએ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રી દરમ્યાન લોકોમાં જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. ફૂડ સેફટી પખવાડિયાના પ્રથમ 4 દિવસ દરમિયાન 672 એન્ફોર્સમેન્ટ નમુના અને 1607 સર્વેલન્સ નમુના મળીને 2279 નમુના લેવામાં આવ્યા હતાં. જયારે 1170 ઇન્સ્પેકશન કરાયા હતાં. આ પખવાડિયા દરમ્યાન દૂધ અને દૂધની બનાવટો, મીઠો માવો અને બરફી, ખાદ્ય તેલની ડ્રાઈવની 14 રેડમાં રૂ. 1.73 કરોડથી વધુનો 32,000 કિગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
900 થી વધુ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે
તેમણે ઉમેર્યું હતું કે, આ ફૂડ સેફ્ટી પખવાડિયામાં રાજ્યની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિવિધ કચેરીઓ દ્વારા એન્ફોર્સમેન્ટ, અવરનેશ, ટ્રેનિંગની વિવિધ પ્રવૃતિઓ અને લાયસન્સ-રજીસ્ટ્રેશનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 900થી વધુ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ફૂડ સેફટી પખવાડિયાના ત્રીજા દિવસે તંત્રની વિવિધ કચેરીઓ દ્વારા વિવિધ શાળા- કોલેજોમાં વિદ્યાર્થીઓ અને ખોરાકના વેપારીઓ માટે અવરનેશ અને ટ્રેનીંગ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.
15000 થી વધુ સંચાલકો ઓનલાઈન ટ્રેનિંગમાં જોડાયા હતાં
જે હેઠળ 150 થી વધુ અવરનેસ કાર્યક્રમો અને 70 થી વધુ ટ્રેનિંગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પી.એમ. પોષણ કાર્યક્રમ અંતર્ગત કામ કરતા 15000 થી વધુ સંચાલકો ઓનલાઈન ટ્રેનિંગમાં જોડાયા હતાં. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નડિયાદમાં આવેલી જય અંબે સ્પાઇસીસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કાળા મરીમાં ભેળસેળ કરતાં હોવાથી રૂ. 9 લાખ થી વધુની કિંમતનો 2600 કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.