Anandમાં SOGએ ગાંજાના જથ્થા સાથે 1 વ્યક્તિની કરી ધરપકડ
આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ પાસે અદનાન હાઈટ્સ એપાર્ટમેન્ટમાં એસઓજી પોલીસે છાપો મારી માદક પદાર્થ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકમાં નાર્કોટીકસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ફલેટની તલાસી લેતા ફલેટના બેડરૂમમાંથી એક બેગ મળી આવી આણંદની એસઓજી પોલીસને બાતમી મળી હતી કે આણંદ શહેરમાં ભાલેજ રોડ પર અદનાન હાઈટસ એપાર્ટમેન્ટમાં ફલેટ નં.410 ભાડે રાખી રાજુભાઈ બચુભાઈ ખલીફા અને તેનો પુત્ર અર્સિત રાજુભાઈ ખલીફા માદક પદાર્થ ગાંજાનો જથ્થો લાવીને વેચાણ કરે છે, જે બાતમીના આધારે એસઓજી પોલીસે છાપો મારતા ફલેટમાં રાજુભાઈ બચુભાઈ ખલીફા મળી આવ્યો હતો. પોલીસે તેને સાથે રાખીને ફલેટની તલાસી લેતા ફલેટના બેડરૂમમાંથી એક બેગ મળી આવી હતી, જેને ખોલીને જોતા બેગમાંથી માદક પદાર્થ ગાંજાના 9 પેકેટ મળી આવ્યા હતા. પોલીસે બાતમીના આધારે કરી ધરપકડ ત્યારબાદ પોલીસે એફએસએલ અધિકારીને બોલાવી પરિક્ષણ કરાવતા પેકેટમાંથી મળેલ માદક પદાર્થ ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે 9 પેકેટમાંથી 8.678 ગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા 86,780 છે. તે જથ્થો જપ્ત કરી લીધો છે. પોલીસે જણાવ્યું હતું કે મૂળ નડીયાદના ડભાણ ભાગોળ પાસે શક્કરકુઈ વિસ્તારના રહીશ રાજુભાઈ ખલીફા અને તેનો પુત્ર અર્સિત બન્ને જણાએ આણંદમાં અદનાન હાઈટસ રેસિડેન્સીમાં ફલેટ ભાડે રાખ્યો હતો અને તેઓ ગાંજાનો વેપાર કરતા હતા. અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા પોલીસે માદક પદાર્થ ગાંજો અને એક મોબાઈલ ફોન સહિત કુલ 93,080 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ બનાવ અંગે એસઓજી પોલીસે આણંદ ટાઉન પોલીસ મથકમાં રાજુભાઈ બચુભાઈ ખલીફા અને તેના પુત્ર અર્સિત રાજુભાઈ ખલીફા વિરૂદ્ધ નાર્કોટીકસ એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી, રાજુભાઈ ખલીફાની ધરપકડ કરી હતી. જ્યારે અર્સિત રાજુભાઈ ખલિફાની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ પાસે અદનાન હાઈટ્સ એપાર્ટમેન્ટમાં એસઓજી પોલીસે છાપો મારી માદક પદાર્થ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકમાં નાર્કોટીકસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ફલેટની તલાસી લેતા ફલેટના બેડરૂમમાંથી એક બેગ મળી આવી
આણંદની એસઓજી પોલીસને બાતમી મળી હતી કે આણંદ શહેરમાં ભાલેજ રોડ પર અદનાન હાઈટસ એપાર્ટમેન્ટમાં ફલેટ નં.410 ભાડે રાખી રાજુભાઈ બચુભાઈ ખલીફા અને તેનો પુત્ર અર્સિત રાજુભાઈ ખલીફા માદક પદાર્થ ગાંજાનો જથ્થો લાવીને વેચાણ કરે છે, જે બાતમીના આધારે એસઓજી પોલીસે છાપો મારતા ફલેટમાં રાજુભાઈ બચુભાઈ ખલીફા મળી આવ્યો હતો. પોલીસે તેને સાથે રાખીને ફલેટની તલાસી લેતા ફલેટના બેડરૂમમાંથી એક બેગ મળી આવી હતી, જેને ખોલીને જોતા બેગમાંથી માદક પદાર્થ ગાંજાના 9 પેકેટ મળી આવ્યા હતા.
પોલીસે બાતમીના આધારે કરી ધરપકડ
ત્યારબાદ પોલીસે એફએસએલ અધિકારીને બોલાવી પરિક્ષણ કરાવતા પેકેટમાંથી મળેલ માદક પદાર્થ ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે 9 પેકેટમાંથી 8.678 ગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા 86,780 છે. તે જથ્થો જપ્ત કરી લીધો છે. પોલીસે જણાવ્યું હતું કે મૂળ નડીયાદના ડભાણ ભાગોળ પાસે શક્કરકુઈ વિસ્તારના રહીશ રાજુભાઈ ખલીફા અને તેનો પુત્ર અર્સિત બન્ને જણાએ આણંદમાં અદનાન હાઈટસ રેસિડેન્સીમાં ફલેટ ભાડે રાખ્યો હતો અને તેઓ ગાંજાનો વેપાર કરતા હતા.
અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા
પોલીસે માદક પદાર્થ ગાંજો અને એક મોબાઈલ ફોન સહિત કુલ 93,080 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ બનાવ અંગે એસઓજી પોલીસે આણંદ ટાઉન પોલીસ મથકમાં રાજુભાઈ બચુભાઈ ખલીફા અને તેના પુત્ર અર્સિત રાજુભાઈ ખલીફા વિરૂદ્ધ નાર્કોટીકસ એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી, રાજુભાઈ ખલીફાની ધરપકડ કરી હતી. જ્યારે અર્સિત રાજુભાઈ ખલિફાની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.