Anandના વાસદમાં અસામાજિક તત્વોનો ઉત્પાત: પાર્ક કરેલા 5 વાહનો સળગાવી અજાણ્યા શખ્સો થયા ફરાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ જિલ્લાના વાસદ ખાતે આવેલા મનોહર ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોની ગંભીર કરતૂત સામે આવી છે. ઘરોની બહાર પાર્કિંગમાં મૂકેલા વાહનોને અજાણ્યા શખ્સોએ લક્ષ્ય બનાવીને અચાનક આગ ચાંપી દીધી હતી. આગ લગાડ્યા બાદ આ તત્વો અંધારાનો લાભ ઉઠાવીને સ્થળ પરથી તાત્કાલિક નાસી છૂટ્યા હતા. મોડી રાત્રે અચાનક ભડકે બળતી જ્વાળાઓ અને ધુમાડાના ગોટા દેખાતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
4 એક્ટિવા અને 1 બાઇક બળીને ખાખ
આગચંપીની આ ઘટનામાં પાર્ક કરેલા કુલ 5 વાહનો જેમાં 4 એક્ટિવા અને 1 બાઇકનો સમાવેશ થાય છે તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. ધુમાડા અને અવાજને કારણે સ્થાનિક રહીશો તાત્કાલિક ઊંઘમાંથી જાગી ગયા હતા અને ઘટનાની ગંભીરતા જોઈ ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકોએ એકઠા થઈને પાણીનો મારો ચલાવી ભારે મથામણ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તમામ પાંચેય વાહનો બળીને રાખ થઈ ચૂક્યા હતા.
વાહન માલિકોને મોટું આર્થિક નુકસાન
એકસાથે પાંચ-પાંચ વાહનો બળીને ખાખ થઈ જતાં વાહન માલિકોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વોના આવા ખુલ્લેઆમ ઉત્પાત સામે રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તેમજ ગુનાહિત રેકોર્ડના આધારે તપાસ હાથ ધરીને દોષિતોની વહેલી તકે ધરપકડ કરવાની માગ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

