Anand: હનીટ્રેપમાં NRIને ફસાવનાર ટોળકી ઝડપાઈ, 20 લાખની કરી હતી માગણી

આણંદ પંથકનાં મૂળ રહીશ અને છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા યુવકને થોડા સમય પહેલા એક અજાણી યુવતીએ સોશિયલ મીડિયા ફેસબુક પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલતા યુવકે રીકવેસ્ટનો સ્વીકાર કર્યો હતો, ત્યારબાદ અજાણી યુવતી દ્વારા ગુડ મોર્નિંગ, ગુડ નાઈટના મેસેજો કરીને યુવક સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ યુવતી અને તેના સાગરીતનો કાવતરા અનુસાર યુવતીએ ફેસબુક મેસેન્જરમાં યુવકને પોતાનો મોબાઈલ નંબર મોકલી યુવક સાથે વાતચીતો શરૂ કરી હતી, થોડા દિવસો પૂર્વે અમેરિકાથી આણંદ આવેલા એનઆરઆઈ યુવકને યુવતીએ મળવા માટે આણંદનાં નવા બસ સ્ટેન્ડ પાસે બોલાવ્યો હતો.NRI યુવકને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી તે દરમિયાન ચાર અજાણ્યા શખ્સોએ આવી એનઆરઆઈ યુવકને પોલીસ તરીકે ઓળખ આપી હતી અને યુવકને ડ્ર્ગ્સ, બળાત્કાર અને એટ્રોસીટીના ગુનામાં સંડોવી દેવાની ધમકીઓ આપી હતી. જેથી યુવક ગભરાઈ જતા પોલીસ તરીકે ઓળખ આપનાર શખ્સો અને યુવતીએ કેસની પતાવટ માટે 20 લાખની માગણી કરી હતી, જેથી યુવકે અત્યારે પૈસા નથી હું એક બે દિવસમાં પૈસાની વ્યવસ્થા કરી આપીશ, તેમ કહ્યું હતું, ત્યારબાદ એનઆરઆઈ યુવકે આ અંગે આણંદના લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. કેસ નહીં કરવા માટે યુવક પાસેથી 20 લાખની માગણી કરી આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એનઆરઆઈ યુવકને સાથે રાખી છટકાનું આયોજન કર્યું હતું અને ટોળકીની સાથે વાતચીત કરી અઢી લાખ રૂપિયા અમદાવાદની આંગડીયા પેઢીમાં મોકલવાનું જણાવતા એલસીબી પી.આઈ એચ.આર.બ્રહ્મભટ્ટે ટોળકીને ઝડપી પાડવા માટે અમદાવાદની આંગડીયા પેઢી પાસે એક ટીમને વોચમાં ગોઠવી દીધી હતી અને અમદાવાદ બાપુનગર ખાતે આંગડીયા પેઢીમાં પૈસા લેવા આવનાર ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા અને તેઓની પુછપરછ કરી યુવતી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હનીટ્રેપનો પર્દાફાશ કર્યો હતો અને આ બનાવ અંગે એનઆરઆઈ યુવકની ફરિયાદના આધારે એલસીબી પોલીસે ચિરાગભાઈ ગોબરભાઇ જાદવ ઉ.વ.૩૦ રહે-સુરત,૫૧ રામક્રુપા સોસાયટી, વરાછા, કાપોદરા, હર્ષદભાઇ નારણભાઇ જાદવ ઉ.વ.૨૫ ધંધો-ચા ની હોટલ રહેવાસી-સુરત, ૨૦૪, વાઇટ પેલેસ સોસાયટી, છાપરા પાટા રોડ, અમરોલી, શ્રી રામ ચોકડી,કાજલબેન w/o કમલેશભાઈ પરબત ઉ.વ.૨૮ રહેઇ.સુરત, ૩૫૪, ભગીરથ સોસાયટી મોટા વરાછા, ભાવેશભાઇ જયસુખભાઇ બાંભણીયા રહેવાસી-સુરત,૫૭-૫૮ ગાયત્રી સોસાયટી,કાપોદરા,વરાછા સહિત સાત આરોપીઓની વિરૂદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. જ્યારે વધુ ત્રણ આરોપી કૌશિક હરીયાણી ઉર્ફે ભોલો રહે.ધજડી તા,સાવરકુંડલા જિ,અમરેલી, જયસુખ રબારી રહે.સુરત,અને અસ્મિતા રહે.સુરતને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે એક યુવતી અને ત્રણ યુવકો સહિત ચારને ઝડપ્યા એલસીબી પોલીસે જણાવ્યું હતું કે આરોપી ચિરાગભાઈ ગોબરભાઈ જાદવે વર્ષ 2024માં પોતાના સાગરીતો સાથે મળીને અમદાવાદ શહેરમાં એક શખ્સની કાર રોકી મહિલાને પગમાં વાગ્યું છે તેમ જણાવી મહિલાને ઘરે મુકવા જવાનું કહેતા કાર ચાલક મહિલાને તેણીના ઘરે મુકવા જતા આ સમયે કાર ચાલકને મહિલાએ ઘરમાં લઈ જતા તે સમયે પોલીસના સ્વાંગમાં આવી તમે ઘરમાં કુટણખાનું ચલાવો છો તેમ કહીને પોલીસ કેસ કરવાની ધમકીઓ આપી પૈસા પડાવતા આ અંગે સરદારનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જ્યારે વર્ષ 2022માં સુરતના વરાછા પોલીસ મથકમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપી ટોળકીની વધુ પુછપરછ હાથ ધરી છે.

Anand: હનીટ્રેપમાં NRIને ફસાવનાર ટોળકી ઝડપાઈ, 20 લાખની કરી હતી માગણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદ પંથકનાં મૂળ રહીશ અને છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા યુવકને થોડા સમય પહેલા એક અજાણી યુવતીએ સોશિયલ મીડિયા ફેસબુક પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલતા યુવકે રીકવેસ્ટનો સ્વીકાર કર્યો હતો, ત્યારબાદ અજાણી યુવતી દ્વારા ગુડ મોર્નિંગ, ગુડ નાઈટના મેસેજો કરીને યુવક સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ યુવતી અને તેના સાગરીતનો કાવતરા અનુસાર યુવતીએ ફેસબુક મેસેન્જરમાં યુવકને પોતાનો મોબાઈલ નંબર મોકલી યુવક સાથે વાતચીતો શરૂ કરી હતી, થોડા દિવસો પૂર્વે અમેરિકાથી આણંદ આવેલા એનઆરઆઈ યુવકને યુવતીએ મળવા માટે આણંદનાં નવા બસ સ્ટેન્ડ પાસે બોલાવ્યો હતો.

NRI યુવકને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી

તે દરમિયાન ચાર અજાણ્યા શખ્સોએ આવી એનઆરઆઈ યુવકને પોલીસ તરીકે ઓળખ આપી હતી અને યુવકને ડ્ર્ગ્સ, બળાત્કાર અને એટ્રોસીટીના ગુનામાં સંડોવી દેવાની ધમકીઓ આપી હતી. જેથી યુવક ગભરાઈ જતા પોલીસ તરીકે ઓળખ આપનાર શખ્સો અને યુવતીએ કેસની પતાવટ માટે 20 લાખની માગણી કરી હતી, જેથી યુવકે અત્યારે પૈસા નથી હું એક બે દિવસમાં પૈસાની વ્યવસ્થા કરી આપીશ, તેમ કહ્યું હતું, ત્યારબાદ એનઆરઆઈ યુવકે આ અંગે આણંદના લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી.

કેસ નહીં કરવા માટે યુવક પાસેથી 20 લાખની માગણી કરી

આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એનઆરઆઈ યુવકને સાથે રાખી છટકાનું આયોજન કર્યું હતું અને ટોળકીની સાથે વાતચીત કરી અઢી લાખ રૂપિયા અમદાવાદની આંગડીયા પેઢીમાં મોકલવાનું જણાવતા એલસીબી પી.આઈ એચ.આર.બ્રહ્મભટ્ટે ટોળકીને ઝડપી પાડવા માટે અમદાવાદની આંગડીયા પેઢી પાસે એક ટીમને વોચમાં ગોઠવી દીધી હતી અને અમદાવાદ બાપુનગર ખાતે આંગડીયા પેઢીમાં પૈસા લેવા આવનાર ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા અને તેઓની પુછપરછ કરી યુવતી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હનીટ્રેપનો પર્દાફાશ કર્યો હતો અને આ બનાવ અંગે એનઆરઆઈ યુવકની ફરિયાદના આધારે એલસીબી પોલીસે ચિરાગભાઈ ગોબરભાઇ જાદવ ઉ.વ.૩૦ રહે-સુરત,૫૧ રામક્રુપા સોસાયટી, વરાછા, કાપોદરા, હર્ષદભાઇ નારણભાઇ જાદવ ઉ.વ.૨૫ ધંધો-ચા ની હોટલ રહેવાસી-સુરત, ૨૦૪, વાઇટ પેલેસ સોસાયટી, છાપરા પાટા રોડ, અમરોલી, શ્રી રામ ચોકડી,કાજલબેન w/o કમલેશભાઈ પરબત ઉ.વ.૨૮ રહેઇ.સુરત, ૩૫૪, ભગીરથ સોસાયટી મોટા વરાછા, ભાવેશભાઇ જયસુખભાઇ બાંભણીયા રહેવાસી-સુરત,૫૭-૫૮ ગાયત્રી સોસાયટી,કાપોદરા,વરાછા સહિત સાત આરોપીઓની વિરૂદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. જ્યારે વધુ ત્રણ આરોપી કૌશિક હરીયાણી ઉર્ફે ભોલો રહે.ધજડી તા,સાવરકુંડલા જિ,અમરેલી, જયસુખ રબારી રહે.સુરત,અને અસ્મિતા રહે.સુરતને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે એક યુવતી અને ત્રણ યુવકો સહિત ચારને ઝડપ્યા

એલસીબી પોલીસે જણાવ્યું હતું કે આરોપી ચિરાગભાઈ ગોબરભાઈ જાદવે વર્ષ 2024માં પોતાના સાગરીતો સાથે મળીને અમદાવાદ શહેરમાં એક શખ્સની કાર રોકી મહિલાને પગમાં વાગ્યું છે તેમ જણાવી મહિલાને ઘરે મુકવા જવાનું કહેતા કાર ચાલક મહિલાને તેણીના ઘરે મુકવા જતા આ સમયે કાર ચાલકને મહિલાએ ઘરમાં લઈ જતા તે સમયે પોલીસના સ્વાંગમાં આવી તમે ઘરમાં કુટણખાનું ચલાવો છો તેમ કહીને પોલીસ કેસ કરવાની ધમકીઓ આપી પૈસા પડાવતા આ અંગે સરદારનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જ્યારે વર્ષ 2022માં સુરતના વરાછા પોલીસ મથકમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપી ટોળકીની વધુ પુછપરછ હાથ ધરી છે.