Anand માં 312 હોસ્પિટલોની હંગામી નોંધણી

આણંદ જિલ્લા તંત્રએ ખ્યાતિકાંડ બાદ એકશનમાં આવીને કડક રૂખ અખત્યાર કરતા અત્યાર સુધીમા 312 હોસ્પિટલોએ કલીનીક એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાં 231 પીએચસી,. સીએચસી, જનરલ હોસ્પિટલ, આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર, સિવિલ તથા 81 પ્રાઇવેટ હોસ્પિટલોને 1 વર્ષ માટેનુ હંગામી રજીસ્ટ્રેશન કરવામા આવ્યુ છે.જયારે 83 હોસ્પિટલોને કવેરી આપવામા આવી છે. તે પૈકી 59 જાહેર આરોગ્ય કેન્દ્રો અને 24 ખાનગી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. જયારે 42 અરજીઓ પેન્ડીંગ છે. પીએમજેએસવાય યોજના હેઠળ અમદાવાદની હોસ્પિટલનુ કૌભાંડ બહાર આવતા સમગ્ર રાજ્યમા તેના ઘેરા પ્રત્યાઘાતો સર્જાયા હતા. ત્યારે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ હોસ્પિટલો સામે લાલ આંખ કરીને કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામા આવ્યુ છે. તદુપરાંત હોસ્પિટલોમાં ઓચિંતી તપાસ હાથ ધરીને ગેરરીતિ કે બેદરકારી ધરાવતી હોસ્પિટલોને પણ કડક આદેશો આપવામા આવી રહ્યા છે. ત્યારે કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ હેઠળ અત્યાર સુધી જિલ્લામાં 312 હોસ્પિટલોને મૅજુરી આપવામા આવી છે. જેમાં સૌના આશ્ચર્ય વચ્ચે માત્ર 81 ખાનગી હોસ્પિટલોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જયારે બાકીની સરકારી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. તદુપરાંત 83 હોસ્પિટલોની અરજી સ્વીકારી તેમાં કવેરી આપવામા આવી હોઇ જે-તે હોસ્પિટલના સંચાલકો તેની પુર્તતા કરી પુનઃ અરજી કરશે. જયારે 42 અરજીઓ હાલમા પેન્ડીંગમાં છે. જોકે જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ તબીબો કલીનીકલ એસ્ટાબ્લીસ એકટ હેઠળ હોસ્પિટલોની અરજીઓ સંદર્ભે જાત તપાસ કરી. હોસ્પિટલોની વિઝીટ કરી તેના નોર્મ્સ મુજબૉના પાસાઓની બારીકાઇથી ચકાસણી કરી રહ્યા છે. તદુપરાંત જે-તે અરજદારની હોસ્પિટલ ઉપરાંત તબીબી ડિગ્રી સહિતના પાસાઓની પણ ઉલટતપાસ કર્યા બાદ જ હંગામી રજીસ્ટ્રેશન કરવામા આવી રહ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. માર્ચ 2025 સુધીમા કામગીરી પુર્ણ કરવાની હોઇ જો ત્યાં સુધીમાં તબીબી સેવાઓ પુરી પાડતી સંસ્થાઓ, ટ્રસ્ટ, તબીબો, હોસ્પિટલ, કલીનીકો બેદરકારી દાખવશે તો પાંચ લાખ સુધીનો દંડ વસુલી કડક રાહે કાર્યવાહી કરવામા આવશે. તંત્રની ફટકાર બાદ હોસ્પિટલ સંચાલકો અને ડોક્ટરો દોડતા થયા અમદાવાદના ખ્યાતિકાંડ બાદ સરકારે નોંધણી ફરજિયાત કરતાં આણંદ જિલ્લામાં હોસ્પિટલ સંચાલકો અને તબીબોમાં દોડધામ મચી જવા પામી છે. રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ હવે કોઈને બક્ષવાના મૂડમાં નથી. પીએમજેવાય યોજના હેઠળ હવે કોઈ લાલિયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં. આણંદ જિલ્લામાં તંત્રની ફટકાર બાદ ખાનગી હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરો નોંધણી કરાવવા માટે દોડતા થયા છે. આ ઝૂંબેશ હજુ ચાલુ રહેવાની છે અને નોંધણી નહીં કરાવી હોય તેમણે રૂપિયા પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારના કડક આદેશની છાપ જોવા મળી રહી છે અને આ ઝૂંબેશ આગામી લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે.

Anand માં 312 હોસ્પિટલોની હંગામી નોંધણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદ જિલ્લા તંત્રએ ખ્યાતિકાંડ બાદ એકશનમાં આવીને કડક રૂખ અખત્યાર કરતા અત્યાર સુધીમા 312 હોસ્પિટલોએ કલીનીક એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાં 231 પીએચસી,. સીએચસી, જનરલ હોસ્પિટલ, આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર, સિવિલ તથા 81 પ્રાઇવેટ હોસ્પિટલોને 1 વર્ષ માટેનુ હંગામી રજીસ્ટ્રેશન કરવામા આવ્યુ છે.

જયારે 83 હોસ્પિટલોને કવેરી આપવામા આવી છે. તે પૈકી 59 જાહેર આરોગ્ય કેન્દ્રો અને 24 ખાનગી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. જયારે 42 અરજીઓ પેન્ડીંગ છે. પીએમજેએસવાય યોજના હેઠળ અમદાવાદની હોસ્પિટલનુ કૌભાંડ બહાર આવતા સમગ્ર રાજ્યમા તેના ઘેરા પ્રત્યાઘાતો સર્જાયા હતા. ત્યારે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ હોસ્પિટલો સામે લાલ આંખ કરીને કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામા આવ્યુ છે. તદુપરાંત હોસ્પિટલોમાં ઓચિંતી તપાસ હાથ ધરીને ગેરરીતિ કે બેદરકારી ધરાવતી હોસ્પિટલોને પણ કડક આદેશો આપવામા આવી રહ્યા છે. ત્યારે કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ હેઠળ અત્યાર સુધી જિલ્લામાં 312 હોસ્પિટલોને મૅજુરી આપવામા આવી છે. જેમાં સૌના આશ્ચર્ય વચ્ચે માત્ર 81 ખાનગી હોસ્પિટલોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જયારે બાકીની સરકારી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. તદુપરાંત 83 હોસ્પિટલોની અરજી સ્વીકારી તેમાં કવેરી આપવામા આવી હોઇ જે-તે હોસ્પિટલના સંચાલકો તેની પુર્તતા કરી પુનઃ અરજી કરશે. જયારે 42 અરજીઓ હાલમા પેન્ડીંગમાં છે. જોકે જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ તબીબો કલીનીકલ એસ્ટાબ્લીસ એકટ હેઠળ હોસ્પિટલોની અરજીઓ સંદર્ભે જાત તપાસ કરી. હોસ્પિટલોની વિઝીટ કરી તેના નોર્મ્સ મુજબૉના પાસાઓની બારીકાઇથી ચકાસણી કરી રહ્યા છે. તદુપરાંત જે-તે અરજદારની હોસ્પિટલ ઉપરાંત તબીબી ડિગ્રી સહિતના પાસાઓની પણ ઉલટતપાસ કર્યા બાદ જ હંગામી રજીસ્ટ્રેશન કરવામા આવી રહ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. માર્ચ 2025 સુધીમા કામગીરી પુર્ણ કરવાની હોઇ જો ત્યાં સુધીમાં તબીબી સેવાઓ પુરી પાડતી સંસ્થાઓ, ટ્રસ્ટ, તબીબો, હોસ્પિટલ, કલીનીકો બેદરકારી દાખવશે તો પાંચ લાખ સુધીનો દંડ વસુલી કડક રાહે કાર્યવાહી કરવામા આવશે.

તંત્રની ફટકાર બાદ હોસ્પિટલ સંચાલકો અને ડોક્ટરો દોડતા થયા

અમદાવાદના ખ્યાતિકાંડ બાદ સરકારે નોંધણી ફરજિયાત કરતાં આણંદ જિલ્લામાં હોસ્પિટલ સંચાલકો અને તબીબોમાં દોડધામ મચી જવા પામી છે. રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ હવે કોઈને બક્ષવાના મૂડમાં નથી. પીએમજેવાય યોજના હેઠળ હવે કોઈ લાલિયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં. આણંદ જિલ્લામાં તંત્રની ફટકાર બાદ ખાનગી હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરો નોંધણી કરાવવા માટે દોડતા થયા છે. આ ઝૂંબેશ હજુ ચાલુ રહેવાની છે અને નોંધણી નહીં કરાવી હોય તેમણે રૂપિયા પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારના કડક આદેશની છાપ જોવા મળી રહી છે અને આ ઝૂંબેશ આગામી લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે.