Anand: ભાજપના ઉમેદવાર મિતેષ પટેલને EC ફટકારી નોટિસ, આ કારણ જવાબદાર

ભાજપના ઉમેદવારનો ચૂંટણીપંચની નોટિસ આણંદના ઉમેદવાર મિતેષ પટેલને ફટકારી નોટિસ ધાર્મિક સ્થળમાં પ્રચાર કરતા થઇ હતી ફરિયાદ લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ ચૂંટણી પંચ એક્શનમાં આવી ગઇ છે. આદર્શ ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ અનેક નેતાઓને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તેવામાં આણંદ ભાજપના ઉમેદવાર મિતેષ પટેલને આદર્શ ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે કારણદર્શક નોટિસ ફટકારી છે. મિતેષ પટેલે, ખભાત તાલુકાના વિવિધ ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.ખંભાત તાલુકામાં પ્રચાર દરમિયાન મિતેષ પટેલે રાલજ, મેતપુર, શકકરપુર, જલુંધ, ઉંદેલ, રંગપુર અને કોડવા ગામના મંદિરમાં સભા યોજી હતી. જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીએ આગામી બે દિવસમાં મિતેષ પટેલને કારણદર્શક નોટિસ ફટકારી છે. જો 2 દિવસમાં મિતેષ પટેલ દ્વારા સંતોષકારક જરુરી ખુલાસો કરવામાં નહીં આવે તો ચૂંટણીના નીતિ નિયમો અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Anand: ભાજપના ઉમેદવાર મિતેષ પટેલને EC ફટકારી નોટિસ, આ કારણ જવાબદાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપના ઉમેદવારનો ચૂંટણીપંચની નોટિસ
  • આણંદના ઉમેદવાર મિતેષ પટેલને ફટકારી નોટિસ
  • ધાર્મિક સ્થળમાં પ્રચાર કરતા થઇ હતી ફરિયાદ

લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ ચૂંટણી પંચ એક્શનમાં આવી ગઇ છે. આદર્શ ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ અનેક નેતાઓને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તેવામાં આણંદ ભાજપના ઉમેદવાર મિતેષ પટેલને આદર્શ ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે કારણદર્શક નોટિસ ફટકારી છે. મિતેષ પટેલે, ખભાત તાલુકાના વિવિધ ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.

ખંભાત તાલુકામાં પ્રચાર દરમિયાન મિતેષ પટેલે રાલજ, મેતપુર, શકકરપુર, જલુંધ, ઉંદેલ, રંગપુર અને કોડવા ગામના મંદિરમાં સભા યોજી હતી. જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીએ આગામી બે દિવસમાં મિતેષ પટેલને કારણદર્શક નોટિસ ફટકારી છે. જો 2 દિવસમાં મિતેષ પટેલ દ્વારા સંતોષકારક જરુરી ખુલાસો કરવામાં નહીં આવે તો ચૂંટણીના નીતિ નિયમો અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.