Anand: બોરસદમાં તારાજીના દ્રશ્યો, વરસાદી પાણી ફરી વળતા ઘરવખરીને ભારે નુકસાન

બોરસદના અક્ષરનગરમાં 5-5 ફૂટ પાણી ભરાયા હતાવાહન, ફ્રીજ, ટીવી સહિતની વસ્તુઓને નુકસાન પાણી ભરાયેલા તમામ વિસ્તારોમાં તંત્ર દ્વારા દવા છંટકાવ કરાયો રાજ્યમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આણંદના બોરસદમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો અને વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે. પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો આ વિસ્તારમાંથી વરસાદી પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો જોઈ શકાય છે. વરસાદી પાણી ઘરમાં ફરી વળતા લોકોની ઘરવખરી અને અન્ય સામાનને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ત્યારે બોરસદના અક્ષરનગરમાં 5-5 ફૂટ જેટલા પાણી હતા, જેના કારણે તમામ ઘરો પાણીમાં ગરકાવ થઈ જતા વાહનો, ફ્રીજ, ટીવી સહિતની વસ્તુઓ પાણીમાં ડૂબી જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આજે સવારથી જ સ્થાનિકો પોતાના ઘરે પરત ફરીને સાફ સફાઈ કરવામાં જોતરાયા છે. પાણી ભરાતા તંત્ર દ્વારા દવા છંટકાવ કરાયો વરસાદી પાણી ભરાતા વહીવટી તંત્ર પણ દોડતુ થયુ છે અને તંત્ર દ્વારા દવાનો છંટકાવ પણ તમામ વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા પણ દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે મુશ્કેલી પડતા લોકોમાં તંત્રની કામગીરી સામે મોટો રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે આણંદના બોરસદમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો તમને જણાવી દઈએ કે ગઈકાલે રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધી 222 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે તિલકવાડામાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેર અને પાદરામાં આઠ ઈંચ વરસાદ તો ભરુચમાં સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે બોરસદના અક્ષરનગરમાં પણ ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા બાદ સ્થાનિકો વિફર્યા હતા અને ધારાસભ્ય રમણ સોલંકીનો ઘેરાવો કર્યો હતો અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વરસાદના કારણએ આ સિઝનમાં કુલ 61 લોકોના મોત ગઈકાલે રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ જાણકારી આપતા કહ્યું હતું કે અત્યાર સુધી વરસાદના કારણે 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદના કારણે આ સિઝનમાં કુલ 61 લોકોના મોત નોંધાયા છે. ત્યારે સિઝનમાં 73 તાલુકામાં 500 MM કરવા વધુ વરસાદ નોંધાયો છે.

Anand: બોરસદમાં તારાજીના દ્રશ્યો, વરસાદી પાણી ફરી વળતા ઘરવખરીને ભારે નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બોરસદના અક્ષરનગરમાં 5-5 ફૂટ પાણી ભરાયા હતા
  • વાહન, ફ્રીજ, ટીવી સહિતની વસ્તુઓને નુકસાન
  • પાણી ભરાયેલા તમામ વિસ્તારોમાં તંત્ર દ્વારા દવા છંટકાવ કરાયો

રાજ્યમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આણંદના બોરસદમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો અને વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે.

પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો

આ વિસ્તારમાંથી વરસાદી પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો જોઈ શકાય છે. વરસાદી પાણી ઘરમાં ફરી વળતા લોકોની ઘરવખરી અને અન્ય સામાનને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ત્યારે બોરસદના અક્ષરનગરમાં 5-5 ફૂટ જેટલા પાણી હતા, જેના કારણે તમામ ઘરો પાણીમાં ગરકાવ થઈ જતા વાહનો, ફ્રીજ, ટીવી સહિતની વસ્તુઓ પાણીમાં ડૂબી જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આજે સવારથી જ સ્થાનિકો પોતાના ઘરે પરત ફરીને સાફ સફાઈ કરવામાં જોતરાયા છે.

પાણી ભરાતા તંત્ર દ્વારા દવા છંટકાવ કરાયો

વરસાદી પાણી ભરાતા વહીવટી તંત્ર પણ દોડતુ થયુ છે અને તંત્ર દ્વારા દવાનો છંટકાવ પણ તમામ વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા પણ દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે મુશ્કેલી પડતા લોકોમાં તંત્રની કામગીરી સામે મોટો રોષ જોવા મળી રહ્યો છે.

ગઈકાલે આણંદના બોરસદમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો

તમને જણાવી દઈએ કે ગઈકાલે રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધી 222 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે તિલકવાડામાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેર અને પાદરામાં આઠ ઈંચ વરસાદ તો ભરુચમાં સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે બોરસદના અક્ષરનગરમાં પણ ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા બાદ સ્થાનિકો વિફર્યા હતા અને ધારાસભ્ય રમણ સોલંકીનો ઘેરાવો કર્યો હતો અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

વરસાદના કારણએ આ સિઝનમાં કુલ 61 લોકોના મોત

ગઈકાલે રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ જાણકારી આપતા કહ્યું હતું કે અત્યાર સુધી વરસાદના કારણે 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદના કારણે આ સિઝનમાં કુલ 61 લોકોના મોત નોંધાયા છે. ત્યારે સિઝનમાં 73 તાલુકામાં 500 MM કરવા વધુ વરસાદ નોંધાયો છે.