Anand: તારાપુરમાં મોબાઈલ ટાવર નાખવાની કામગીરી, ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ

મોબાઈલ ટાવરનો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યોકોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વગર જ ટાવર નાખવાની કામગીરી ચાલુ કરી દીધી વિરોધ હોવા છતાં કામગીરી ચાલુ, હવે રહીશોએ ઉપવાસની ચીમકી ઉચ્ચારી આણંદના તારાપુરના ગોરાડ ગામે મોબાઈલ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા મોબાઈલ ટાવરનો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. શાળા અને આંગણવાડી કેન્દ્ર નજીક રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવરની કામગીરીને લઈ સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. મોબાઈલ ટાવર સામે રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો તારાપુરના ગોરાડ ગામે એરટેલ કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં અને સ્કૂલ પાસે ટાવરની કામગીરી કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે અને પરવાનગી વિના જ કંપની દ્વારા ટાવર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે મામલે અગાઉ તંત્રને ગ્રામજનો દ્વારા જાણ પર કરવામાં આવી હતી તેમ છતાં ટાવરની કામગીરી ચાલુ રાખતા રહીશો રોષે ભરાયાં છે અને આડેધડ ચાલતા એરટેલ કંપનીના મોબાઈલ ટાવર સામે રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો છે. કોઈ પણ પ્રકારની પરવાનગી વિના જ કંપની દ્વારા ટાવર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી તમને જણાવી દઈએ કે ટાવર નાખવાની કામગીરી કરતા પહેલા કંપનીએ પંચાયત પાસે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વગર જ ટાવર નાખવાની કામગીરી ચાલુ કરી દીધી હોવાનો રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જ્યાં ટાવરની કામગીરી ચાલી રહી છે તે રહેણાંક વિસ્તાર છે અને માત્ર 5 મીટરના અંતરે જ પ્રાથમિક શાળા પણ આવેલી છે. વિરોધ હોવા છતાં કામગીરી બંધ ના થઈ, હવે રહીશોએ ઉપવાસની ચીમકી ઉચ્ચારી મોબાઈલ ટાવરના રેડિએશનથી લોકોના સ્વાસ્થ્ય પર ખુબ જ માઠી અસર પડે તેવી ગંભીર બાબતોને ધ્યાનમાં રાખીને રહીશોએ ટાવર નાખવાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ટાવરનું કામ ચાલી રહ્યું છે અને વિરોધ હોવા છતાં કામગીરી બંધ ના થઈ હોવાથી હવે રહીશોએ ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. 

Anand: તારાપુરમાં મોબાઈલ ટાવર નાખવાની કામગીરી, ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોબાઈલ ટાવરનો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો
  • કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વગર જ ટાવર નાખવાની કામગીરી ચાલુ કરી દીધી
  • વિરોધ હોવા છતાં કામગીરી ચાલુ, હવે રહીશોએ ઉપવાસની ચીમકી ઉચ્ચારી

આણંદના તારાપુરના ગોરાડ ગામે મોબાઈલ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા મોબાઈલ ટાવરનો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. શાળા અને આંગણવાડી કેન્દ્ર નજીક રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવરની કામગીરીને લઈ સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

મોબાઈલ ટાવર સામે રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો

તારાપુરના ગોરાડ ગામે એરટેલ કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં અને સ્કૂલ પાસે ટાવરની કામગીરી કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે અને પરવાનગી વિના જ કંપની દ્વારા ટાવર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે મામલે અગાઉ તંત્રને ગ્રામજનો દ્વારા જાણ પર કરવામાં આવી હતી તેમ છતાં ટાવરની કામગીરી ચાલુ રાખતા રહીશો રોષે ભરાયાં છે અને આડેધડ ચાલતા એરટેલ કંપનીના મોબાઈલ ટાવર સામે રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો છે.

કોઈ પણ પ્રકારની પરવાનગી વિના જ કંપની દ્વારા ટાવર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી

તમને જણાવી દઈએ કે ટાવર નાખવાની કામગીરી કરતા પહેલા કંપનીએ પંચાયત પાસે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વગર જ ટાવર નાખવાની કામગીરી ચાલુ કરી દીધી હોવાનો રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જ્યાં ટાવરની કામગીરી ચાલી રહી છે તે રહેણાંક વિસ્તાર છે અને માત્ર 5 મીટરના અંતરે જ પ્રાથમિક શાળા પણ આવેલી છે.

વિરોધ હોવા છતાં કામગીરી બંધ ના થઈ, હવે રહીશોએ ઉપવાસની ચીમકી ઉચ્ચારી

મોબાઈલ ટાવરના રેડિએશનથી લોકોના સ્વાસ્થ્ય પર ખુબ જ માઠી અસર પડે તેવી ગંભીર બાબતોને ધ્યાનમાં રાખીને રહીશોએ ટાવર નાખવાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ટાવરનું કામ ચાલી રહ્યું છે અને વિરોધ હોવા છતાં કામગીરી બંધ ના થઈ હોવાથી હવે રહીશોએ ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે.