Anand: આસોદર ચોકડી પાસે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણો દૂર
આણંદની આસોદર ચોકડી પર ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો. માર્ગ અને મકાન વિભાગની ટીમોએ ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવ્યો. 101થી વધુ ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવવામાં આવ્યો. પોલીસ બંદોબસ્ત હેઠળ ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા. લારી ગલ્લા અને પાકા ઓટલાના દબાણો દુર કરાયા. આંકલાવ આસોદર ચોકડી પરના દબાણો આજે દૂર કરાશે આંકલાવ તાલુકાના આસોદર ચોકડી વિસ્તારમાં સરકારી જમીનો પર દબાણો દૂર કરવામાં આવ્યા. દરમિયાન, રવિવારે આંકલાવ પોલીસની ટીમ દ્વારા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્થિતિની જાણકારી મેળવી તમામને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે સમજાવ્યા હતા. જોકે, જો કોઈ પણ દુકાનદાર દબાણ દુર નહીં કરે તો સોમવારે સવારે તંત્ર દ્વારા દબાણ દુર કરવા પોલીસે સુચના આપી હતી. આસોદર બ્રિજ નીચે તથા ચોકડી આસપાસના વિસ્તારોમાં છેલ્લાં ઘણા સમયથી લારી ગલ્લાવાળા, નાના મોટા વ્યાપારીઓએ ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવેલું છે. જે અવરજવર કરતા વાહન ચાલકો તેમજ પગપાળા આવતા જતા લોકોને ખૂબ હેરાન થવું પડતું હોય છે. જેને ધ્યાને રાખીને સોમવારે સવારે 8 વાગ્યે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. દરમિયાન, બીજી તરફ પેટલાદ ડિવિઝનના ડીવાયએસપી પી. કે. દિયોરા, મામલતદાર, પોલીસ કર્મી સાથે રવિવારે ફ્રૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને દબાણકર્તાઓને આવતીકાલ સુધીમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદની આસોદર ચોકડી પર ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો. માર્ગ અને મકાન વિભાગની ટીમોએ ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવ્યો. 101થી વધુ ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવવામાં આવ્યો. પોલીસ બંદોબસ્ત હેઠળ ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા. લારી ગલ્લા અને પાકા ઓટલાના દબાણો દુર કરાયા.
આંકલાવ આસોદર ચોકડી પરના દબાણો આજે દૂર કરાશે
આંકલાવ તાલુકાના આસોદર ચોકડી વિસ્તારમાં સરકારી જમીનો પર દબાણો દૂર કરવામાં આવ્યા. દરમિયાન, રવિવારે આંકલાવ પોલીસની ટીમ દ્વારા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્થિતિની જાણકારી મેળવી તમામને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે સમજાવ્યા હતા. જોકે, જો કોઈ પણ દુકાનદાર દબાણ દુર નહીં કરે તો સોમવારે સવારે તંત્ર દ્વારા દબાણ દુર કરવા પોલીસે સુચના આપી હતી.
આસોદર બ્રિજ નીચે તથા ચોકડી આસપાસના વિસ્તારોમાં છેલ્લાં ઘણા સમયથી લારી ગલ્લાવાળા, નાના મોટા વ્યાપારીઓએ ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવેલું છે. જે અવરજવર કરતા વાહન ચાલકો તેમજ પગપાળા આવતા જતા લોકોને ખૂબ હેરાન થવું પડતું હોય છે. જેને ધ્યાને રાખીને સોમવારે સવારે 8 વાગ્યે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. દરમિયાન, બીજી તરફ પેટલાદ ડિવિઝનના ડીવાયએસપી પી. કે. દિયોરા, મામલતદાર, પોલીસ કર્મી સાથે રવિવારે ફ્રૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને દબાણકર્તાઓને આવતીકાલ સુધીમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું હતું.