Anand News: બાકી બીલના 25 હજાર માંગતા જ અસામાજિક તત્વોએ કેટરિંગના માલિકને માર માર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં અસામાજિક તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવા સરકારે પોલીસને આદેશ આપ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે, પોલીસને પડકાર ફેંકનારાને હનુમાનજીની પૂજા કરવી પડશે. ત્યારે આણંદના મંગલપુરામાં જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય અને પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. લુખ્ખા તત્વોએ કેટરિંગના માલિક સહિતના લોકો પર હુમલો કર્યો હતો. બાકી બીલના 22 હજારની ઉઘરાણી કરતાં હુમલો કર્યો હતો.
આણંદના મંગલપુરામાં અસામાજિક તત્વો બેફામ
આણંદના મંગલપુરામાં અસામાજિક તત્વોએ બાકી બીલના 22 હજાર રૂપિયાની ઉઘરાણી મુદ્દે કેટરિંગના માલિક સહિતના લોકો પર હુમલો કર્યો હતો. ચારથી પાંચ વર્ષ પહેલા કેટરિંગના ઓર્ડરનું બિલ બાકી હતું. કેટરિંગના માલિકે પૈસા માંગતા આરોપીએ મળતિયાઓને બોલાવીને હુમલો કર્યો હતો. હુમલાની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Gujarat : પહેલા રાષ્ટ્રગાન વગાડાશે કે રાષ્ટ્રગીત ? સરકારે બહાર પાડી માર્ગદર્શિકા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

