Anand News: જિલ્લામાં દિવાળીના તહેવાર દરમિયાન ફૂડ અને ડ્રગ વિભાગ એક્શન મોડમાં, 17 પેઢીઓ ખાતે સઘન ચેકિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના તહેવારો દરમિયાન આણંદ જિલ્લાના મદદનીશ કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ની કચેરી દ્વારા એક્શન મોડમાં આવીને વિવિધ ખાદ્ય ચીજો, મિલ્ક પ્રોડક્ટની ચીજોની ચકાસણી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આણંદ શહેરમાં તેમજ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ તેમજ નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી.
ત્રણ પેઢીઓમાં ત્રુટિઓ જણાતા ઇમ્પ્રુવમેન્ટ નોટીસ
આ સઘન તપાસ તેમજ નમૂના લેવાની કામગીરી આણંદ શહેર તેમજ જિલ્લાના અલગ - અલગ તાલુકાઓના નગરજનોને શુદ્ધ ખોરાક મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ફુડ & ડ્રગ વિભાગની અલગ - અલગ ટીમોએ છેલ્લા અઠવાડિયામાં મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટની કેટેગરીની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી કુલ - ૧૭ પેઢીઓની ઉત્પાદન વેચાણ અને સંગ્રહ કરતી પેઢીઓની તપાસ કરેલ અને વેચાણકારો દ્વારા સંગ્રહ અને ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતા તેમજ હાઇજિનના નિયમોનું પાલન થાય છે કે કેમ ? તે અંગે પણ તપાસ કરાઈ હતી અને મિલ્ક & મિલ્ક પ્રોડક્ટમાં મીઠોમાવો, બરફી સ્વીટ (લુઝ) માવો (લુઝ) પનીર (લુઝ) ચીઝ મિલ્ક (લુઝ) વગેરે ખાધ્ય ચીજોના કુલ - ૬૭ નમોનાઓ પૃથ્થકરણ માટે લીધેલ તપાસણી કરી તે દરમ્યાન ત્રણ પેઢીઓમાં ત્રુટિઓ જણાતા ઇમ્પ્રુવમેન્ટ નોટીસ પાઠવવામાં આવેલ જે નોટીસના જવાબ આવ્યેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
દૂધના નમુના સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવ્યા
વધુમાં એડીબલ ઓઇલ, બેકરી પ્રોડક્ટ, અને કન્ફેક્શનરી/ ચોકલેટનું ઉત્પાદન વેચાણ અને સંગ્રહ કરતી પેઢીઓની તપાસ કરી તેમાં ખાદ્યતેલના કુલ - ૧૪ બેકરી પ્રોડકટના ૨૮ અને કન્ફેકશનરી/ ચોકલેટના -૦૮ એમ કુલ - ૫૦ નમુનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ ફૂડ સેફટી ઓન વ્હીલ દ્વારા દૂધના નમુના સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદના ડેઝિગ્રેટેડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.
What's Your Reaction?






