Anand Crime News : આણંદના આંકલાવમાં જમીનમાં ચાલતા વિવાદમાં વૃદ્ધની હત્યા, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સામાન્ય બાબતે વૃદ્ધની હત્યા કરી દેવાના બનાવને લઇ ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર બનાવ પોલીસ મથકે નોંધાતા ડી.વાય.એસ.પી,પીઆઈ સહિતના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી અને ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જમીન ખરીદનાર વ્યક્તિ મહેન્દ્રભાઈ સાંજના સમયે તેમણે રાખેલ ખેતરમાં ગયા હતા અને ત્યાં જીતેન્દ્ર પટેલ સાથે ઝઘડો થયો હતો.
આંકલાવ પોલીસે હત્યારાઓને ઝડપી લીધા
જમીનને લઈ બોલાચાલી થતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાંથી જીતેન્દ્રભાઈએ તેમની પાસે રહેલું ધારિયું મહેન્દ્રભાઈને માથાના ભાગે મારી દીધું હતું. મહેન્દ્રભાઈ લોહીથી લથપથ હાલતમાં જમીન ઉપર પટકાયા હતા. આસપાસથી લોકો આવી જતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લોહીથી લથપથ બેભાન હાલતમાં વૃદ્ધને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા. જ્યાં સારવાર દરમ્યાન વૃદ્ધ મહેન્દ્રભાઈ પટેલનું મોત નિપજ્યુ હતું. સમગ્ર બનાવવાની જાણ આંકલાવ પોલીસને થતા,સમગ્ર ઘટનાને લઈ આંકલાવ પોલીસે હત્યારાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કરાયા
હત્યાના બનાવમાં જરૂરી પુરાવાઓ મળતા પોલીસે મુખ્ય આરોપી જીતેન્દ્ર ડાહ્યાભાઈ પટેલ, અલ્પેશ બાબુભાઇ પટેલ અને રોનક રજનીકાંત પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આંકલાવ પોલીસે ગણતરીની મિનિટોમા જ હત્યારાને ઝડપી પાડ્યો હતો અને કોર્ટમા રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.
What's Your Reaction?






