Anand: 14 ગામ પાટીદાર સમાજ દ્વારા USમાં પિકનિક કેમ્પની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ જિલ્લાના 14 ગામ પાટીદાર સમાજના બોરસદ તાલુકાના ગોરેલ અને પેટલાદ તાલુકાના જેસરવા ગામના વતની અને હાલ અમેરિકાના ન્યુજર્સી, ફીલોડેલફીયા, શીકાગો, કનેટીકટસ, નોર્થ કેરોલી, ન્યુયોર્ક, કેલીફોર્નિયામાં સ્થાયી થયેલા સમાજના આગેવાનોએ વિદેશની ધરતી ઉપર વિવિધ પ્રવૃત્તિઓ યુવાનો અને વડીલો માટે વોલીબોલ, નાનાભુલકાઓ માટે હિંચકા તેમજ દોરડા ખેંચ, રીંગફેંક જેવી વિવિધ રમતો રમાડીને પિકનીક ને યાદગાર બનાવવામાં આવી હતી. સમાજના અગ્રણી મણીભાઇ પટેલે સૌને આવકાર્યા હતા.
વિશ્વના અનેક દેશોમાં ચરોતર પ્રદેશના વિવિધ શહેર-ગ્રામ્ય વિસ્તારના લોકો પેઢીઓગતથી વસવાટ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં આણંદના 14 ગામ પાટીદાર સમાજનો સમર પિકનીક કેમ્પ અમેરિકાના ઇઝલીન પાર્ક ન્યુજર્સી ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પિકનીકને યાદગાર બનાવવામાં આવી હતી. રમતોમાં વિજેતાઓને ગોરેલ અને જેસરવા ગામ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમજ વર્ષ 2024-25 દરમ્યાન સમાજના 13 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ કે જેમણે અમેરિકા ખાતે યુનિવર્સિટીમાં કોલેજની ડીગ્રી પ્રાપ્ત કરી છે તેવા ડીગ્રી ધારકોનું સન્માન કરી શીલ્ડ આપીને પ્રોત્સાહીક કરાયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો હાજર રહ્યા હતા. દર વર્ષે સમર પિકનીક કેમ્પ હેઠળ ભેગા થવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો. જેમાં આગામી પાંચ વર્ષમાં અમેરિકા ખાતે ભાટીયેલ ગામના પાટીદાર સમાજ દ્વારા આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
What's Your Reaction?






