Anand: યુવતીને ભગાડી જવા મામલે પરિવાર ઉપર હૂમલો કરાયો !!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ તાલુકાના લાંભવેલ ગામના કુવાવાળા ફળિયામાં યુવતીને ભગાડી જવાની રીસમાં યુવક તેમજ મદદગારી કરનાર ત્રણ યુવકોના ઘરો ઉપર યુવતીના પરિવારજનોએ હુમલો કરીને તોડફોડ કરીને બેને ડંડાથી માર મારતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ફરિયાદી દિનેશભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડનો પુત્ર વિશાલ નજીકમાં જ રહેતા સંજય રાવજીભાઈ રાઠોડની દીકરી હેતાને ચાર દિવસ પહેલાં ભગાડીને લઈ ગયો હતો. જેની અદાવત રાખીને સંજય રાવજીભાઈ રાઠોડ, નયન ઉર્ફે સન્ની સંજયભાઈ રાઠોડ, તેજલ સંજયભાલ રાઠોડ, રેવાબેન રાવજીભાઈ રાઠોડ અને નિમેષ રાવજીભાઈ રાઠોડ લાકડાના ડંડા લઈને આવીને ગંગાબેન રાઠોડના ઘરમાં ઘુસી જઈ તોડફોડ કરી હતી. ત્યારબાદ વિપુલભાઈ રાઠોડ ગંગાબેનના ઘરે જતા સંજયે માથામાં પાછળના ભાગે લાકડાનો ડંડો મારી દીધો હતો. ગંગાબેન છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ ડંડો મારીને ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ કોકીલાબેન રાઠોડના દીકરા હાર્દિક લક્ષ્મણભાઈ રાઠોડ, વિનોદભાઈ ભગાભાઈ રાઠોડ અને કલ્પેશભાઈ ડાભીએ યુવતીને ભગાડવામાં મદદ કરી હોવાનો વહેમ રાખીને તેમના ઘરો ઉપર પણ હુમલાઓ કરીને ટીવી, ફર્નિચર, તિજોરી, બારી-બારણાંની તોડફોડ કરીને ભયનું વાતાવરણ સર્જી દીધું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

