Anand : બોરસદમાં લૂંટની ઘટના, વેપારીની આંખમાં મરચાનો પાવડર નાખી લૂંટારા સોનાની ચેઇન ખેંચી ફરાર
                                Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ જિલ્લામાં બોરસદ તાલુકામાં લૂંટની ઘટના બની છે. મળતી માહિતી મુજબ વેપારી પર બાઇક પર આવેલા 2 શખ્સોએ વેપારીની આંખમાં મરચાનો પાવડર નાખ્યા બાદ તેમના ગળામાંથી સોનાની ચેન ખેંચી ફરાર થઈ ગયા હતા.
CCTV ફૂટેજ સામે આવ્યા
લૂંટની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. ફૂટેજમાં દેખાય છે કે આરોપીઓ બાઇક પર સવાર હતા અને ચેઇન ખેંચીને ઝડપથી ભાગી ગયા હતા
પોલીસ કાર્યવાહી
બોરસદ પોલીસે લૂંટની ઘટનાનો ગુનો નોંધ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. ઘટના બોરસદની આણંદ ચોકડી પાસે બની હતી. ભાવિન પટેલ આઇસક્રીમ પાર્લર પર બેઠેલા હતા
વેપારી ભાવિન પટેલ આઇસક્રીમ પાર્લર પર બેઠેલા હતા અને તે વખતે બાઇક પર હેલ્મેટ પહેરેલા 2 શખ્સ અચાનક ધસી આવ્યા હતા અને વેપારી કંઇ સમજે તે પહેલાં જ તેમની આંખમાં મરચાંનો પાવડર નાખી વેપારીએ પહેરેલી 3.5 તોલાની સોનાની પેન્ડલ સાથેની ચેઇન તોડી ફરાર થઇ ગયા હતા. બંને લૂંટારા પલ્સર પર આવ્યા હતા
બંને લૂંટારા પલ્સર પર આવ્યા હતા અને પલ્સર બાઇક નવી જ લાગતી હતી અને તેને નંબર પ્લેટ પણ ન હતી. સીસી ટીવી ફૂટેજના આધારે બોરસદ પોલીસે તપાસ શરુ કરી છે. આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને પોલીસની સ્પષ્ટ બેદરકારી જોવા મલી રહી છે.
What's Your Reaction?
        Like
        0
    
        Dislike
        0
    
        Love
        0
    
        Funny
        0
    
        Angry
        0
    
        Sad
        0
    
        Wow
        0
    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                            
                                            
