Anand: પતિએ પત્નીને ગળે ટુંપો દઈ કરી કરપીણ હત્યા, આરોપી પતિની ધરપકડ
આણંદ શહેરમાં વ્યાયામ શાળા મેદાનમાં સ્પોર્ટસ સંકુલ નિર્માણ ચાલી રહ્યું છે, જેમાં સાઈટ પર મધ્યપ્રદેશના જાબુવા જિલ્લાના કાલીદેવી તાલુકાના હિંદીલડીગામનો વરસિંહ મનુભાઈ વસુનીયા પોતાની પત્ની કલા સાથે મજુરી કામ કરતો હતો અને સાઈટની પાછળના ભાગે પતરા મારી બનાવેલા હંગામી કાચા ઝુંપડામાં રહેતો હતો.પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થતાં આ કારસ્તાન રચ્યું આ દરમિયાન ગઈકાલે સવારના 8થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન વરસિંહ વસુનીયાએ બુમાબુમ કરી હતી કે તેની પત્ની કલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે, જેથી આસપાસના મજુરો દોડી આવ્યા હતા અને કલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ કલાને તપાસીને મૃત જાહેર કરી હતી. આ દરમિયાન મૃતક કલાના પિતા અને પિયરના પરિવારજનો પણ ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતા, આ સમગ્ર ઘટનામાં પોલીસે કલાના મૃતદેહનું ફોરેન્સિક તબીબ પાસે પોસ્ટમોર્ટમ કરાવતા જેમાં કલાને ગળે ફાંસો આપી હત્યા કરાઈ હોવાનો પ્રાથમિક રીપોર્ટ આવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને પોલીસે તપાસ કરતા વરસિંહ વસુનિયાએ પોતાની પત્ની કલા સાથે કોઈ બાબતે ઝઘડો થતા તેણે કલાને ગળે ટુંપો આપી હત્યા કરી હતી. માતાની હત્યા થતાં અને પિતા જેલમાં જતાં બાળક નોંધારૂ બન્યું ત્યારબાદ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે છાપરામાં વળી સાથે દોરી બાંધી કલાને ગળા પર ગાળીયુ લગાવી લટકાવી દીધી હતી અને ત્યારબાદ બુમાબુમ કરી હતી અને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પીઆઈ વી ડી ઝાલા, પીએસઆઈ અનુપ શુક્લએ ઘટના સ્થળે દોડી જઈ આસપાસના લોકોના નિવેદનો નોંધ્યા હતા, તેમજ એફએસએલની મદદથી ઘટના સ્થળેથી પુરાવાઓ એકત્ર કર્યા હતા. આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે પતિ વરસિંહ વસુનિયા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ ટાઉન પોલીસે હત્યારા પતિ વરસિંહ મનુભાઈ વસુનીયાની ગણતરીના કલાકોમાં હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી, સમગ્ર ઘટનામાં માતાની હત્યા થતાં તેમજ પિતા જેલમાં જતા માસુમ બાળક નોંધારૂ બની ગયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ શહેરમાં વ્યાયામ શાળા મેદાનમાં સ્પોર્ટસ સંકુલ નિર્માણ ચાલી રહ્યું છે, જેમાં સાઈટ પર મધ્યપ્રદેશના જાબુવા જિલ્લાના કાલીદેવી તાલુકાના હિંદીલડીગામનો વરસિંહ મનુભાઈ વસુનીયા પોતાની પત્ની કલા સાથે મજુરી કામ કરતો હતો અને સાઈટની પાછળના ભાગે પતરા મારી બનાવેલા હંગામી કાચા ઝુંપડામાં રહેતો હતો.
પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થતાં આ કારસ્તાન રચ્યું
આ દરમિયાન ગઈકાલે સવારના 8થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન વરસિંહ વસુનીયાએ બુમાબુમ કરી હતી કે તેની પત્ની કલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે, જેથી આસપાસના મજુરો દોડી આવ્યા હતા અને કલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ કલાને તપાસીને મૃત જાહેર કરી હતી. આ દરમિયાન મૃતક કલાના પિતા અને પિયરના પરિવારજનો પણ ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતા, આ સમગ્ર ઘટનામાં પોલીસે કલાના મૃતદેહનું ફોરેન્સિક તબીબ પાસે પોસ્ટમોર્ટમ કરાવતા જેમાં કલાને ગળે ફાંસો આપી હત્યા કરાઈ હોવાનો પ્રાથમિક રીપોર્ટ આવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને પોલીસે તપાસ કરતા વરસિંહ વસુનિયાએ પોતાની પત્ની કલા સાથે કોઈ બાબતે ઝઘડો થતા તેણે કલાને ગળે ટુંપો આપી હત્યા કરી હતી.
માતાની હત્યા થતાં અને પિતા જેલમાં જતાં બાળક નોંધારૂ બન્યું
ત્યારબાદ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે છાપરામાં વળી સાથે દોરી બાંધી કલાને ગળા પર ગાળીયુ લગાવી લટકાવી દીધી હતી અને ત્યારબાદ બુમાબુમ કરી હતી અને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પીઆઈ વી ડી ઝાલા, પીએસઆઈ અનુપ શુક્લએ ઘટના સ્થળે દોડી જઈ આસપાસના લોકોના નિવેદનો નોંધ્યા હતા, તેમજ એફએસએલની મદદથી ઘટના સ્થળેથી પુરાવાઓ એકત્ર કર્યા હતા. આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે પતિ વરસિંહ વસુનિયા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ ટાઉન પોલીસે હત્યારા પતિ વરસિંહ મનુભાઈ વસુનીયાની ગણતરીના કલાકોમાં હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી, સમગ્ર ઘટનામાં માતાની હત્યા થતાં તેમજ પિતા જેલમાં જતા માસુમ બાળક નોંધારૂ બની ગયું છે.