Anandના અતિસંવેદનશીલ ખંભાતમાં 'I LOVE MUHAMMAD' પોસ્ટરનો વિવાદ, શાંતિ ડોહળવાનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદના અતિસંવેદનશીલ ગણાતા ખંભાત શહેરમાં ધાર્મિક પોસ્ટરને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. નવરાત્રીના તહેવારની પૂર્વ સંધ્યાએ ખંભાત-ONGC રોડ પર આવેલા કંસારી ગામ નજીક એક મસ્જિદ પાસે 'I LOVE MUHAMMAD' લખેલા બોર્ડ લગાવવામાં આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાથી તર્ક-વિતર્કો સર્જાયા છે. કારણ કે આ ટ્રેન્ડની શરૂઆત ઉત્તર પ્રદેશના કાનપુરથી થઈ હતી અને ત્યારબાદ ગુજરાતના અનેક શહેરોમાં આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા છે.
સમગ્ર દેશમાં ત્રણ જેટલી જગ્યા પર કોમી રમખાણો
સમગ્ર દેશમાં આ બોર્ડના વિવાદોને પગલે કેટલીક જગ્યાઓ પર કોમી રમખાણો ફાટી નીકળ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ખંભાત શહેરને ભૂતકાળમાં થયેલા કોમી રમખાણોને કારણે 'એપી સેન્ટર' તરીકે માનવામાં આવે છે. આવા સંવેદનશીલ શહેરમાં ખાસ કરીને નવરાત્રી જેવા તહેવાર દરમિયાન મસ્જિદ પાસે આ પ્રકારના બોર્ડ લગાવવા પાછળ શાંતિમાં પલીતો ચાંપવાના ષડયંત્રના પ્રયાસો થઈ રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બોર્ડ લાગ્યાની તસવીરો સામે આવતા ખળભળાટ
બોર્ડ લાગ્યાની તસવીરો સામે આવતાની સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક એલર્ટ થઈ ગયા છે. પોલીસે તરત જ આ વિવાદાસ્પદ બોર્ડને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. વહીવટી તંત્ર દ્વારા શહેરીજનોને શાંતિ જાળવવા અને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ કરવામાં આવી છે. પોલીસે આ કૃત્ય કરનારા અજાણ્યા શખ્સોને શોધી કાઢવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેથી શહેરમાં કોમી એકતા અને શાંતિ જળવાઈ રહે.
What's Your Reaction?






