Amreliના વડિયા-અમરનગર રોડ પર કારચાલકે સંતુલન ગુમાવતાં કાર ટ્રક પાછળ ઘૂસી, એક જ પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત

Sep 6, 2026 - 20:30
Amreliના વડિયા-અમરનગર રોડ પર કારચાલકે સંતુલન ગુમાવતાં કાર ટ્રક પાછળ ઘૂસી, એક જ પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વડિયાથી અમરનગર જતાં રોડ પર આવેલ સદગુરુ નગર અને કોર્ટ નજીક એક કારચાલકે અચાનક વાહન પરનું સંતુલન ગુમાવી દેતાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.

કાર સાઈડમાં ઉભેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ

ફોરવ્હીલ કારમાં એક જ પરિવારના પતિ-પત્ની અને તેમના બે બાળકો સવાર હતા. વાહન ચલાવતી વખતે પિતા અને પુત્ર વચ્ચે કોઈ બાબતે ચર્ચા થઈ રહી હતી, તે દરમિયાન અચાનક કાર પરનું બેલેન્સ છૂટી ગયું હતું. કાર રસ્તાની સાઈડમાં ઉભેલા ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અથડામણમાં કારના આગળના ભાગને મસમોટું નુકસાન પહોંચ્યું હતું.

108 મારફતે વડિયા હોસ્પિટલમાં ખસેડાયા

અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઘટનામાં મહિલાને હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું, જ્યારે બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદ્નસીબે કોઈ મોટી જાનહાનિ ન થતાં મોટો અકસ્માત ટળ્યો હતો. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે વડિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0