Amreliના ખાંભામાં આંબાના પાકના મોર ખરવા લાગ્યા, ખેડૂતો બન્યા ચિંતિત

અમરેલી જિલ્લામાં અને ખાંભા ગીરમાં શરૂઆતમાં આંબામાં સારૂ ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા અને સારા ઉત્પાદનની ખેડૂતોને આશા સેવાઈ હતી બાદ છેલ્લા ઘણા દિવસ વાતાવરણ બગડતા આંબાના મોર ખરવા લાગ્યા અને રોગ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.  કેરીનો પાક ખરવા લાગ્યો અમરેલી અને ગીર જંગલના આસપાસના વિસ્તારમાં આંબામાં સારૂ ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા અને સારા ઉત્પાદનની આશા સેવાઇ હતું પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સતત ઝાકર આવવાથી અને મધિયો, થ્રીપ અને ગળો આવવાથી કેરીનો પાક ખરવા લાગ્યો છે અને ખેડૂતોની આશા ઠગારી નીવડે તેવી ખેડૂતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતો ચિંતામાં મૂકાયા ખેડૂતોને એક આંબામાંથી 200-250 કિલો કેરી ઉતરવાની આશા હતી પરંતુ હાલની સ્થિતિ જોતા 130થી 150 કિલો કેરી ઉતરે તેવી સ્થિતિ થઈ ગઈ છે અને ખેડૂતો આંબામાં દવાનો છંટકાવ કરવા છતાં રોગ જતો ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.આંબાના બગીચાના ખેડૂતોએ જણાવ્યું હતું કે ઇજારદારો શરૂઆતમાં સારું ફલાવરિંગ જોઈ આંબાનો બગીચો રાખી અને લાખ રૂપિયા આપી બગીચો રાખી લીધો હતો હાલ હવે ઇજારદરો આંબામાં રોગ અને ફલાવરિંગ ખરી જવાથી ભાગી રહ્યા છે અને શરૂઆતમાં બગીચો રાખી અને બાનું આપ્યું હતું તે જતું કરી આવતા ન હોવાનો કેરી પકવતા ખેડૂતો વસવટો વ્યક્ત કરી રહ્યા હતા.

Amreliના ખાંભામાં આંબાના પાકના મોર ખરવા લાગ્યા, ખેડૂતો બન્યા ચિંતિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લામાં અને ખાંભા ગીરમાં શરૂઆતમાં આંબામાં સારૂ ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા અને સારા ઉત્પાદનની ખેડૂતોને આશા સેવાઈ હતી બાદ છેલ્લા ઘણા દિવસ વાતાવરણ બગડતા આંબાના મોર ખરવા લાગ્યા અને રોગ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

 કેરીનો પાક ખરવા લાગ્યો

અમરેલી અને ગીર જંગલના આસપાસના વિસ્તારમાં આંબામાં સારૂ ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા અને સારા ઉત્પાદનની આશા સેવાઇ હતું પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સતત ઝાકર આવવાથી અને મધિયો, થ્રીપ અને ગળો આવવાથી કેરીનો પાક ખરવા લાગ્યો છે અને ખેડૂતોની આશા ઠગારી નીવડે તેવી ખેડૂતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

ખેડૂતો ચિંતામાં મૂકાયા

ખેડૂતોને એક આંબામાંથી 200-250 કિલો કેરી ઉતરવાની આશા હતી પરંતુ હાલની સ્થિતિ જોતા 130થી 150 કિલો કેરી ઉતરે તેવી સ્થિતિ થઈ ગઈ છે અને ખેડૂતો આંબામાં દવાનો છંટકાવ કરવા છતાં રોગ જતો ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.આંબાના બગીચાના ખેડૂતોએ જણાવ્યું હતું કે ઇજારદારો શરૂઆતમાં સારું ફલાવરિંગ જોઈ આંબાનો બગીચો રાખી અને લાખ રૂપિયા આપી બગીચો રાખી લીધો હતો હાલ હવે ઇજારદરો આંબામાં રોગ અને ફલાવરિંગ ખરી જવાથી ભાગી રહ્યા છે અને શરૂઆતમાં બગીચો રાખી અને બાનું આપ્યું હતું તે જતું કરી આવતા ન હોવાનો કેરી પકવતા ખેડૂતો વસવટો વ્યક્ત કરી રહ્યા હતા.