Amreli: શેત્રુંજી નદીમાં ઘોડાપુરની સ્થિતિ, બગસરા પંથકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

બગસરા પંથકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા શેત્રુંજી નદીના જળસ્તરમાં વધારો થયોપોરબંદરનો કુતિયાણા ઘેડ વિસ્તાર પાણીથી તરબોળ થયો કુતિયાણાના ગ્રામ્ય પંથકમાં આ સિઝનનો 40 ઈંચ વરસાદ નોંધાયો અમરેલીમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલી શેત્રુંજી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. બગસરા પંથકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા શેત્રુંજી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે અમરેલીની સૌથી મોટી નદી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે વરસાદને પગલે અમરેલી પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કુતિયાણાના ઘેડ વિસ્તારમાં પાણી જ પાણી પોરબંદરનો કુતિયાણા ઘેડ વિસ્તાર પાણીથી તરબોળ થયો છે. છત્રવા, ભોગસર, જમરા, કાસાબળ ગામ પાણીમાં ડૂબ્યા છે. નદી-નાળા ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કુતિયાણાને ગ્રામ્ય પંથકમાં આ સિઝનનો 40 ઈંચ વરસાદ છે. કુતિયાણાના ગ્રામ્ય પંથકમાં આ સિઝનનો 40 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે રાજ્યના મોટાભાગના ડેમ ઓવરફ્લો ભારે વરસાદને પગલે જૂનાગઢ સહિત રાજ્યના તમામ ડેમોમાં નવા વરસાદી પાણી આવ્યા છે અને ડેમ ઓવરફલો થયા છે. બાંટવા ખારો, ઓઝત-2, ઓઝત વંથલી, ઓઝત શાપુર, સાબલી, આંબાજળ, ઓઝત વિયર આણંદપૂર, ઉબેણ વિયર કેરાળા, ભાખરવડ, મધરડી, શેરડી, મધુવંતી, ધ્રાફડ અને વ્રજમી સહિત 14 ઓવરફલો થયા છે. ત્યારે દ્રારકામાં પડી રહેલ વરસાદને પગલે 12 ડેમ ઓવરફલો થયા છે. કલ્યાણપુર ખંભાળીયાના તમામ ચેકડેમો તળાવો તથા ડેમો પાણીથી ભરાઈ ગયા ખંભાળીયા તાલુકાના જીવાદોરી સમાન ઘી ડેમ ઓવર ફ્લો થયો હતો, ત્યારબાદ લોકો આ નજારો જોવા માટે ઉમટી પડયા હતા. મહાદેવીયા ડેમ, સિંહણ ડેમ, કંડોરણા ડેમ તેમજ કલ્યાણપુર તાલુકાના શેઢા ભાડથરી, ગઢકી અને સિંધણી ડેમમાં પાણીની આવક છતા છલકાયા છે. તેમજ ભાણવડ તાલુકાના વર્તુ-2, મીણસાર, વર્તુ-1, કબરકા, સોનમતી ડેમો પણ છલકાયા હતા. પડેલા ભારે વરસાદથી કલ્યાણપુર ખંભાળીયાના તમામ ચેકડેમો તળાવો તથા ડેમો પાણીથી ભરાઈ ગયા છે. પાણીની આવક ખેડૂતોને પણ સિંચાઈમાં રાહતરૂપ થશે. દ્વારકા જિલ્લામાં જર્જરિત મકાન પડતા 3ના મોત દ્વારકા જિલ્લામાં જળહોનારત જેવી સ્થિતિ જોવા મળી છે. જેમાં ખંભાળીયામાં જર્જરિત મકાન પડતા 3ના મોત થયા છે. તેમજ NDRFની ટીમે 3 મૃતદેહ બહાર કાઢ્યા છે. કાટમાળ નીચે દટાઈ જતા મોત નિપજ્યા હતા. દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક જામ ખંભાળીયામાં જર્જરીત મકાન ધરાશયી થવાની ઘટનામાં 3ના મોત નિપજયા છે.

Amreli: શેત્રુંજી નદીમાં ઘોડાપુરની સ્થિતિ, બગસરા પંથકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બગસરા પંથકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા શેત્રુંજી નદીના જળસ્તરમાં વધારો થયો
  • પોરબંદરનો કુતિયાણા ઘેડ વિસ્તાર પાણીથી તરબોળ થયો
  • કુતિયાણાના ગ્રામ્ય પંથકમાં આ સિઝનનો 40 ઈંચ વરસાદ નોંધાયો

અમરેલીમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલી શેત્રુંજી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. બગસરા પંથકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા શેત્રુંજી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે અમરેલીની સૌથી મોટી નદી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે વરસાદને પગલે અમરેલી પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કુતિયાણાના ઘેડ વિસ્તારમાં પાણી જ પાણી

પોરબંદરનો કુતિયાણા ઘેડ વિસ્તાર પાણીથી તરબોળ થયો છે. છત્રવા, ભોગસર, જમરા, કાસાબળ ગામ પાણીમાં ડૂબ્યા છે. નદી-નાળા ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કુતિયાણાને ગ્રામ્ય પંથકમાં આ સિઝનનો 40 ઈંચ વરસાદ છે. કુતિયાણાના ગ્રામ્ય પંથકમાં આ સિઝનનો 40 ઈંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદને પગલે રાજ્યના મોટાભાગના ડેમ ઓવરફ્લો

ભારે વરસાદને પગલે જૂનાગઢ સહિત રાજ્યના તમામ ડેમોમાં નવા વરસાદી પાણી આવ્યા છે અને ડેમ ઓવરફલો થયા છે. બાંટવા ખારો, ઓઝત-2, ઓઝત વંથલી, ઓઝત શાપુર, સાબલી, આંબાજળ, ઓઝત વિયર આણંદપૂર, ઉબેણ વિયર કેરાળા, ભાખરવડ, મધરડી, શેરડી, મધુવંતી, ધ્રાફડ અને વ્રજમી સહિત 14 ઓવરફલો થયા છે. ત્યારે દ્રારકામાં પડી રહેલ વરસાદને પગલે 12 ડેમ ઓવરફલો થયા છે.

કલ્યાણપુર ખંભાળીયાના તમામ ચેકડેમો તળાવો તથા ડેમો પાણીથી ભરાઈ ગયા

ખંભાળીયા તાલુકાના જીવાદોરી સમાન ઘી ડેમ ઓવર ફ્લો થયો હતો, ત્યારબાદ લોકો આ નજારો જોવા માટે ઉમટી પડયા હતા. મહાદેવીયા ડેમ, સિંહણ ડેમ, કંડોરણા ડેમ તેમજ કલ્યાણપુર તાલુકાના શેઢા ભાડથરી, ગઢકી અને સિંધણી ડેમમાં પાણીની આવક છતા છલકાયા છે. તેમજ ભાણવડ તાલુકાના વર્તુ-2, મીણસાર, વર્તુ-1, કબરકા, સોનમતી ડેમો પણ છલકાયા હતા. પડેલા ભારે વરસાદથી કલ્યાણપુર ખંભાળીયાના તમામ ચેકડેમો તળાવો તથા ડેમો પાણીથી ભરાઈ ગયા છે. પાણીની આવક ખેડૂતોને પણ સિંચાઈમાં રાહતરૂપ થશે.

દ્વારકા જિલ્લામાં જર્જરિત મકાન પડતા 3ના મોત

દ્વારકા જિલ્લામાં જળહોનારત જેવી સ્થિતિ જોવા મળી છે. જેમાં ખંભાળીયામાં જર્જરિત મકાન પડતા 3ના મોત થયા છે. તેમજ NDRFની ટીમે 3 મૃતદેહ બહાર કાઢ્યા છે. કાટમાળ નીચે દટાઈ જતા મોત નિપજ્યા હતા. દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક જામ ખંભાળીયામાં જર્જરીત મકાન ધરાશયી થવાની ઘટનામાં 3ના મોત નિપજયા છે.