Amreli લેટરકાંડમાં પીડિત પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીના ધરણાં

અમરેલી લેટરકાંડમાં આજે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ઉપવાસ કરશે. પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ આજે 24 કલાકના ઉપવાસની જાહેરાત કરી હતી. ધાનાણીએ સવારે 10 વાગ્યાથી ઉપવાસ કરશે. પાયલને ન્યાય અપાવવાની આ લડતમાં કોંગ્રેસ નેતા ધાનાણી સહિત અન્ય રાજકીય નેતાઓ પણ તેમને સાથ આપતા ઉપવાસ કરશે. લેટરકાંડને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હવે લેટર કાંડ બાજુ પર રહેતા કોંગ્રેસ VS ભાજપ વચ્ચે યુદ્ધ છેડાયું છે.પાટીદાર યુવતી પાયલ ગોટી અત્યારે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. નકલી લેટરકાંડમં પાયલની ધરપકડ બાદ જાહેર પોલીસ દ્વારા જાહેર સરઘસ કાઢતા વિવાદ પેદા થયો હતો. દરમ્યાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાટીદાર યુવતીને ન્યાય અપાવવા મેદાને પડ્યા. લેટરકાંડમાં કોંગ્રેસે ઝંપલાવ્યા બાદ હવે ભાજપ પણ જોડાયું. અમરેલી ભાજપ નેતા નારણ કાછડીયાએ એક વીડિયો બનાવી પ્રતિક્રિયા આપી. આ વીડિયોમાં તેમણે કહ્યું કે હું જાહેર જીવનમાં 30 વર્ષથી સક્રિય છું. અને અમરેલીમાં કયારે પણ આ પ્રકારની ઘટના બની નથી. આવી ઘટના પ્રથમ વખત બની છે. આ ઘટનાને લઈને રાજકારણ કરવાને બદલે દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અમરેલીના લેટરકાંડમાં પાયલ ગોટી સાથે બનેલ ઘટનાના રાજ્યભરમાં પડઘા પડ્યા હતા.પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી લેટર કાંડ મામલે પીડિત યુવતીની પડખે આવ્યા. યુવતીને સરાજાહેર લોકો વચ્ચે આરોપી તરીકે રજૂ કરી સરઘસ કાઢતા પરિવાર તેમજ પરેશ ધાનાણી જેવા નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી હતી. પાયલ ગોટીને જ્યારે જેલમાં લઈ જવામાં આવી ત્યારે પોલીસ દ્વારા બેરહમીથી માર મરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. જેના બાદ પાયલ ગોટીનું મેડિકલ ચેક અપ કરવા પોલીસની મહિલા ટીમ પંહોચી હતી. પરંતુ પાયલ ગોટીએ મેડિકલ તપાસ કરવાનો ઇનકાર કર્યો હતો. પાયલને ન્યાય મળે અને દોષિતો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ઉગ્ર રજૂઆત કરી. અને આ સંદર્ભે તેમણે ગઈકાલે રાજકમલ ચોકમાં "ચર્ચાનો ચોરો" કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પ્રતાપ દૂધાત અને વીરજી ઠુમ્મર જેવા આગેવાનો હાજર રહ્યા હતા.રાજકમલ ચોકમાં યોજાયેલ "ચર્ચાનો ચોરો" કાર્યક્રમમાં ધાનાણીએ કૌશિક વેકરિયાને પડકાર ફેંક્યો હતો.ગઈકાલે પરેશ ધાનાણી સહિત કોંગ્રેસ નેતાઓ રાજકમલ ચોકમાં બેઠા હતા. જો કે MLA કૌશિક વેકરિયા ચર્ચા કરવા આવ્યા નહોતા. આજે કોંગ્રેસ દ્વારા એક દિવસીય ઉપવાસ આંદોલનની જાહેરાત કરાઈ છે. ધાનાણી સાથે અન્ય આગેવાનો પણ પાયલ ગોટીને ન્યાય અપાવવા આંદોલનમાં જોડાશે. જેલમાં પાયલ સાથે ગેરરીતિ કરાયાના આક્ષેપ કરતા દોષિત પોલીસકર્મી સામે 24 કલાકમાં કાર્યવાહી કરવાની સરકારને ચીમકી આપતા આજે ઉપવાસ આંદોલન છેડ્યું.

Amreli લેટરકાંડમાં પીડિત પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીના ધરણાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી લેટરકાંડમાં આજે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ઉપવાસ કરશે. પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ આજે 24 કલાકના ઉપવાસની જાહેરાત કરી હતી. ધાનાણીએ સવારે 10 વાગ્યાથી ઉપવાસ કરશે. પાયલને ન્યાય અપાવવાની આ લડતમાં કોંગ્રેસ નેતા ધાનાણી સહિત અન્ય રાજકીય નેતાઓ પણ તેમને સાથ આપતા ઉપવાસ કરશે. લેટરકાંડને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હવે લેટર કાંડ બાજુ પર રહેતા કોંગ્રેસ VS ભાજપ વચ્ચે યુદ્ધ છેડાયું છે.

પાટીદાર યુવતી પાયલ ગોટી અત્યારે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. નકલી લેટરકાંડમં પાયલની ધરપકડ બાદ જાહેર પોલીસ દ્વારા જાહેર સરઘસ કાઢતા વિવાદ પેદા થયો હતો. દરમ્યાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાટીદાર યુવતીને ન્યાય અપાવવા મેદાને પડ્યા. લેટરકાંડમાં કોંગ્રેસે ઝંપલાવ્યા બાદ હવે ભાજપ પણ જોડાયું. અમરેલી ભાજપ નેતા નારણ કાછડીયાએ એક વીડિયો બનાવી પ્રતિક્રિયા આપી. આ વીડિયોમાં તેમણે કહ્યું કે હું જાહેર જીવનમાં 30 વર્ષથી સક્રિય છું. અને અમરેલીમાં કયારે પણ આ પ્રકારની ઘટના બની નથી. આવી ઘટના પ્રથમ વખત બની છે. આ ઘટનાને લઈને રાજકારણ કરવાને બદલે દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

અમરેલીના લેટરકાંડમાં પાયલ ગોટી સાથે બનેલ ઘટનાના રાજ્યભરમાં પડઘા પડ્યા હતા.પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી લેટર કાંડ મામલે પીડિત યુવતીની પડખે આવ્યા. યુવતીને સરાજાહેર લોકો વચ્ચે આરોપી તરીકે રજૂ કરી સરઘસ કાઢતા પરિવાર તેમજ પરેશ ધાનાણી જેવા નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી હતી. પાયલ ગોટીને જ્યારે જેલમાં લઈ જવામાં આવી ત્યારે પોલીસ દ્વારા બેરહમીથી માર મરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. જેના બાદ પાયલ ગોટીનું મેડિકલ ચેક અપ કરવા પોલીસની મહિલા ટીમ પંહોચી હતી. પરંતુ પાયલ ગોટીએ મેડિકલ તપાસ કરવાનો ઇનકાર કર્યો હતો. પાયલને ન્યાય મળે અને દોષિતો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ઉગ્ર રજૂઆત કરી. અને આ સંદર્ભે તેમણે ગઈકાલે રાજકમલ ચોકમાં "ચર્ચાનો ચોરો" કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પ્રતાપ દૂધાત અને વીરજી ઠુમ્મર જેવા આગેવાનો હાજર રહ્યા હતા.

રાજકમલ ચોકમાં યોજાયેલ "ચર્ચાનો ચોરો" કાર્યક્રમમાં ધાનાણીએ કૌશિક વેકરિયાને પડકાર ફેંક્યો હતો.ગઈકાલે પરેશ ધાનાણી સહિત કોંગ્રેસ નેતાઓ રાજકમલ ચોકમાં બેઠા હતા. જો કે MLA કૌશિક વેકરિયા ચર્ચા કરવા આવ્યા નહોતા. આજે કોંગ્રેસ દ્વારા એક દિવસીય ઉપવાસ આંદોલનની જાહેરાત કરાઈ છે. ધાનાણી સાથે અન્ય આગેવાનો પણ પાયલ ગોટીને ન્યાય અપાવવા આંદોલનમાં જોડાશે. જેલમાં પાયલ સાથે ગેરરીતિ કરાયાના આક્ષેપ કરતા દોષિત પોલીસકર્મી સામે 24 કલાકમાં કાર્યવાહી કરવાની સરકારને ચીમકી આપતા આજે ઉપવાસ આંદોલન છેડ્યું.