Amreli: માત્ર 4 સેકન્ડમાં મોત ભરખી ગયું! ઘરેથી દુકાને જતા બાઈકચાલક સામે કાળ બનીને ભૂંડ આડું ઉતર્યું

Nov 11, 2026 - 12:00
Amreli: માત્ર 4 સેકન્ડમાં મોત ભરખી ગયું! ઘરેથી દુકાને જતા બાઈકચાલક સામે કાળ બનીને ભૂંડ આડું ઉતર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી અત્યંત હૃદયદ્રાવક અને વિચિત્ર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પર અચાનક દોડી આવેલા પશુએ એક આશાસ્પદ વ્યક્તિનો જીવ લઈ લીધો છે. રાજુલા તાલુકાના માંડળ ગામે ઘરેથી પોતાની દુકાને જઈ રહેલા પ્રવિણભાઈ રત્નાભાઈ વાળાની બાઈક સામે અચાનક એક ભૂંડ (ડુક્કર) કાળ બનીને આડું ઉતર્યું હતું. પૂરપાટ ઝડપે જઈ રહેલી બાઈક ભૂંડ સાથે ધડાકાભેર અથડાતાં પ્રવિણભાઈએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને રોડ પર પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં માત્ર 4 જ સેકન્ડના ગાળામાં પ્રવિણભાઈનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર જીવલેણ ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

હૃદયદ્રાવક અને વિચિત્ર માર્ગ અકસ્માત


માંડળ-રાજુલા માર્ગ પર કાળ ત્રાટક્યો

ગઈકાલે માંડળ ગામના રહેવાસી પ્રવિણભાઈ રત્નાભાઈ વાળા રાબેતા મુજબ પોતાના ઘરેથી બાઈક લઈને માંડળથી રાજુલા તરફના માર્ગ પર આવેલી પોતાની દુકાને જવા નીકળ્યા હતા.માર્ગ પરથી પસાર થતી વખતે બાજુમાંથી અચાનક એક ભૂંડ પૂરઝડપે દોડતું રોડ પર આવી ગયું હતું. બાઈકચાલકને બ્રેક મારવાનો કે સંભાળવાનો જરાય સમય મળ્યો નહોતો અને બાઈક સીધી ભૂંડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પ્રવિણભાઈ બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. માથા અને શરીરના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચતા માત્ર 4 સેકન્ડમાં જ તેમનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે અચાનક આડું ઉતરેલું ભૂંડ જીવલેણ અકસ્માતનું કારણ બન્યું.

પરિવારમાં શોકનું મોજું

પ્રવિણભાઈ વાળાના અચાનક અને અકાળે થયેલા અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર માંડળ ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ વિચિત્ર દુર્ઘટના બાદ સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોમાં હાઈવે તેમજ ગ્રામ્ય માર્ગો પર રખડતા ભૂંડ અને અન્ય પશુઓના ત્રાસને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Surat: ચાલુ લક્ઝરી બસમાંથી માસૂમ બાળક નીચે પટકાયું, ડ્રાઈવરની સમયસૂચકતાથી બચ્યો જીવ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0