Amreli: ગાવડકા રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, ફાયર ટીમે ભારે જહેમત બાદ કારના પતરા ચીરી મૃતદેહ બહાર કાઢ્યો

May 3, 2026 - 14:30
Amreli: ગાવડકા રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, ફાયર ટીમે ભારે જહેમત બાદ કારના પતરા ચીરી મૃતદેહ બહાર કાઢ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલીના ગાવડકા રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી એસટી બસ અને ફોરવ્હીલર કાર વચ્ચે સામસામે ટક્કર થતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો અને ચાલક કારની અંદર જ ફસાઈ ગયો હતો.

યુવકનું ઘટનાસ્થળે જ મોત

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ કારમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવો અશક્ય જણાતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અમરેલી ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગેસ કટર અને અન્ય સાધનોની મદદથી ભારે જહેમત બાદ યુવકને બહાર કાઢ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓને કારણે યુવકનું મોત નીપજ્યું હતું.

એસટી બસે કારને લીધી અડફેટે

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવક અભયભાઈ મુકેશભાઈ હિરપરા (ઉંમર 25 વર્ષ) છે. માત્ર 25 વર્ષની નાની ઉંમરે અકસ્માતમાં મોત થતા હિરપરા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અકસ્માત બાદ એસટી બસના મુસાફરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. અમરેલી પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગાવડકા રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસે વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

આ પણ વાંચો: Gir Somnath: મંદિર આસપાસના પઠાણવાડા અને ભોંયવાડા વિસ્તારમાં મેગા ડિમોલિશન શરૂ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0