Amreli News: સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લામાં ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. જિલ્લામાં સતત બીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. સાવરકુંડલા શહેર અને આસપાસના પંથકમાં વરસાદ વરસતા જ છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે. વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે.
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ
સાવરકુંડલા તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. તાલુકાના કાના તળાવ, હાથસણી, નેસડી અને ધજડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબી પ્રતીક્ષા બાદ વાતાવરણ અનુકૂળ થતાં અને આકાશમાંથી અમીછાંટણા થતાં જ ગ્રામીણ જનજીવનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મેઘ મહેર થતાં જગતનો તાત ખુશખુશાલ
ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જ અમરેલી અને સાવરકુંડલા પંથકમાં પડી રહેલા આ વરસાદને પગલે સૌથી વધુ ખુશી ખેડૂતોમાં જોવા મળી રહી છે. વરસાદી માહોલ જામતા જ જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે અને કૃષિ પાક માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થશે. ખેડૂતો હવે આગામી દિવસોમાં વાવણીના કામોની તૈયારીઓમાં જોડાઈ ગયા છે.
આ પણ વાંચો - Amreli News: બગસરામાં રખડતા શ્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

