Amreli News: સાવરકુંડલા રોડ પર મોટા ગોખરવાળા પાસે અકસ્માત, ચારને ગંભીર ઇજા

Jun 11, 2025 - 20:00
Amreli News: સાવરકુંડલા રોડ પર મોટા ગોખરવાળા પાસે અકસ્માત, ચારને ગંભીર ઇજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી સાવરકુંડલા રોડ ઉપર ગોખરવાળા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. શેત્રુંજી નદી ઉપરથી કાર નીચે ખાબકી હતી. કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પુલ પરથી નીચે ખાબકી હતી. અકસ્માત દરમિયાન કારમાં સવાર ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. બે બાળકી સહિત ઘાયલ ચાર લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા. અને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કાર ચાલકે ગુમાવ્યો કાબૂ

અમરેલી પાસે કાર ચલાવતા ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. કારને ખાબકેલી જોતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ઘાયલોની મદદ કરી હતી. કારમાં સવાર 4 લોકોને ગંભીર ઇજા થઇ હતી. બે બાળકી સહિત ઘાયલોને સ્થાનિકોએ બહાર કાઢી સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. સાવરકુંડલા રોડ પર મોટા ગોખરવાળા પાસે અકસ્માત સર્જાયા બાદ પોલીસ તપાસ શરુ કરવામાં આવી હતી.

પોલીસ તપાસ શરુ

સાવરકુંડલા રોડ પર મોટા ગોખરવાળા પાસે અકસ્માત અંગે પોલીસે તપાસ શરુ કરી છે. આ તપાસમાં કાર કેવી રીતે ખાબકી, કાર ક્યાંથી આવી હતી તેની તપાસ શરુ કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં દાખલ ઘાયલોના પરિવારજનોને આ મામલે જાણ કરવામાં આવી હતી. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0