Amreli News: પતિના સહકર્મીએ યુવતી પર ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું, યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. અમરેલીમાં પતિના સહકર્મીએ જ ઘરમાં ઘૂસીને બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે ફરિયાદ નહીં નોંધી આરોપીને છાવર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
યુવતીના પતિને કેસ ન કરવા અનેક આવારા તત્વોએ આપી ધમકી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીમાં પતિના સહકર્મીએ જ 22 વર્ષની યુવતી પર ઘરમા ઘૂસીને બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. યુવતીના પતિએ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ આપી હોવા છતાં પોલીસ ફરિયાદ નહીં નોંધી આરોપીને છાવરવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસે હજી સુધી ફરિયાદ દાખલ કરી નથી. અસામાજિક તત્વોએ યુવતીના પતિને કેસ નહીં કરવા ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
યુવતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો
પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતાં આક્ષેપિત યુવતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. યુવતીને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. ત્યાર બાદ અમરેલી સિટી પોલીસ દોડતી થઈ હતી અને આખરે યુવતીની ફરિયાદ લેવામાં આવી હતી. પોલીસ તંત્ર આરોપીઓને કેમ છાવરી રહ્યું છે તેવા અનેક સવાલો ઉભા થયાં છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

