Amreli News: અડતાળામાં એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો, કોંગ્રેસ અગ્રણીનો Video વાયરલ!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પીવાના પાણીના પ્રશ્ને સર્જાયેલા વિવાદે ગંભીર અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગામના પ્લોટ વિસ્તારમાં પાણી અંગેની રજૂઆત કરવા બાબતે બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. પાણીની સમસ્યાને લઈને થયેલા આ વિવાદે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
કોંગ્રેસ અગ્રણી અને ઉપસરપંચ જીતુભાઈ વાળાનો રિવોલ્વર સાથેનો વીડિયો વાયરલ
આ ઘટના દરમિયાન અડતાળા ગામના કોંગ્રેસ અગ્રણી અને ગ્રામ પંચાયતના ઉપસરપંચ જીતુભાઈ વાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ ખુલ્લેઆમ એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો પકડેલા નજરે ચઢી રહ્યા છે. જાહેરમાં હથિયાર બતાવીને ધાકધમકી આપવા અને ધોકા વડે હુમલો કરવાના ગંભીર આક્ષેપો તેમના પર મૂકવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાઈ ગયો છે.

ગ્રામજનોનાં ટોળાં લાઠી પોલીસ સ્ટેશન પહોંચ્યા, કડક કાર્યવાહીની માગ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અડતાળા ગામના સેંકડો ગ્રામજનો અને પીડિતો મોટી સંખ્યામાં એકત્ર થઈને લાઠી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ પોલીસ સમક્ષ ઉગ્ર રજૂઆત કરીને જીતુભાઈ વાળા સામે ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી. જાહેરમાં આ પ્રકારે રિવોલ્વર કાઢીને આતંક મચાવવાની આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

લાઠી પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી
ગ્રામજનોની ઉગ્ર રજૂઆત અને વાયરલ થયેલા વીડિયોના પુરાવાઓને આધારે લાઠી પોલીસે સમગ્ર મામલે ગંભીરતા દાખવી છે. પોલીસે અરજી અને ફરિયાદીના નિવેદનના આધારે કાયદેસરની ગુનો નોંધવાની તજવીજ અને આગળની કાનૂની કાર્યવાહી સઘન રીતે હાથ ધરી છે.
આ પણ વાંચો: Explainer: શું તમે આઈસક્રીમના ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને! ખરીદતા પહેલા આ જાણી લો નહીંતર...!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

