Amreli: જિલ્લા પંચાયતના અરજદારો અને કર્મચારીઓના બાળકો માટે સુવિધા

અમરેલીમાં ઘોડિયા ઘર શરુ કરવામાં આવ્યું અધિકારી, કર્મચારી, અરજદારને રાહત થશે કર્મચારીઓના ક્લબ ભંડોળમાંથી તૈયાર થયું અમરેલી જિલ્લા પંચાયતમાં આજે બાળકોનું હાઉસ એટલે કે, ઘોડિયા ઘરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ. આ બચ્ચા હાઉસથી જિલ્લા પંચાયતના અધિકારી -કર્મચારી ઉપરાંત અરજદારોના નાના બાળકોને ઘોડિયા ઘરની સુવિધા મળી રહેશે. જિલ્લા પંચાયત કર્મચારી ક્લબના ભંડોળમાંથી તૈયાર કરવામાં આવેલ ઘોડિયા ઘર બાળકોને પ્રિય એવા રંગબેરંગી કાર્ટૂન ચિત્ર લગાવી સજ્જ કરવામાં આવ્યું છે. ઉપરાંત બાળકોને ગમતું વાતાવરણ મળી રહે તે અવનવી ગેમ્સ, રમકડા વગેરે આ ઘોડીયા ઘરમાં રાખવામાં આવ્યાં છે.સંસદસભ્ય ભરત સુતરીયાના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું આ ભૂલકાઓ માટે ઘોડીયા ઘરને સંસદસભ્ય ભરત સુતરીયાના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. આ બચ્ચા હાઉસના પ્રારંભ કરવાની સાથે કર્મચારીઓ માટે રિફ્રેશમેન્ટ રૂમને પણ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયાએ આ રિફ્રેશમેન્ટ રૂમને ખુલ્લો મુકવાની જગ્યાએ વર્ગ -4 કર્મચારી કુરેશી મોહમદના હસ્તે રીબીન કાપીને શુભારંભ કરાવ્યો હતો. આમ, તેમણે નાના કર્મચારીનો ઉત્સાહ વધારતા આ ગૌરવ બક્ષ્યું હતું. સાંસદ ભરત સુતરીયા,જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડયા,પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતાપ કોઠીવાળ, અગ્રણી જીતુ ડેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દીપાબેન કોટક અને અર્પણ ચાવડા સહિતના અધિકારી -કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

Amreli: જિલ્લા પંચાયતના અરજદારો અને કર્મચારીઓના બાળકો માટે સુવિધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમરેલીમાં ઘોડિયા ઘર શરુ કરવામાં આવ્યું
  • અધિકારી, કર્મચારી, અરજદારને રાહત થશે
  • કર્મચારીઓના ક્લબ ભંડોળમાંથી તૈયાર થયું

અમરેલી જિલ્લા પંચાયતમાં આજે બાળકોનું હાઉસ એટલે કે, ઘોડિયા ઘરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ. આ બચ્ચા હાઉસથી જિલ્લા પંચાયતના અધિકારી -કર્મચારી ઉપરાંત અરજદારોના નાના બાળકોને ઘોડિયા ઘરની સુવિધા મળી રહેશે. જિલ્લા પંચાયત કર્મચારી ક્લબના ભંડોળમાંથી તૈયાર કરવામાં આવેલ ઘોડિયા ઘર બાળકોને પ્રિય એવા રંગબેરંગી કાર્ટૂન ચિત્ર લગાવી સજ્જ કરવામાં આવ્યું છે. ઉપરાંત બાળકોને ગમતું વાતાવરણ મળી રહે તે અવનવી ગેમ્સ, રમકડા વગેરે આ ઘોડીયા ઘરમાં રાખવામાં આવ્યાં છે.


સંસદસભ્ય ભરત સુતરીયાના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું

આ ભૂલકાઓ માટે ઘોડીયા ઘરને સંસદસભ્ય ભરત સુતરીયાના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. આ બચ્ચા હાઉસના પ્રારંભ કરવાની સાથે કર્મચારીઓ માટે રિફ્રેશમેન્ટ રૂમને પણ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયાએ આ રિફ્રેશમેન્ટ રૂમને ખુલ્લો મુકવાની જગ્યાએ વર્ગ -4 કર્મચારી કુરેશી મોહમદના હસ્તે રીબીન કાપીને શુભારંભ કરાવ્યો હતો. આમ, તેમણે નાના કર્મચારીનો ઉત્સાહ વધારતા આ ગૌરવ બક્ષ્યું હતું.

સાંસદ ભરત સુતરીયા,જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડયા,પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતાપ કોઠીવાળ, અગ્રણી જીતુ ડેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દીપાબેન કોટક અને અર્પણ ચાવડા સહિતના અધિકારી -કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.