Botadના સાળંગપુર મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું
બોટાદના સાળંગપુર મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિર પરિસર તેમજ મંદિરની બહાર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતુ,આ સ્વચ્છતા અભિયાનમાં પૂજારી ડી.કે.સ્વામી તેમજ સ્વયંસેવકો હાજર રહ્યાં હતા.મંદિર ખૂબ મોટું હોવાથી વહેલી સવારથી સફાઈ અભિયાન હાથ ધરાયું હતુ,પહેલા મંદિરની અંદરનું પરિસર અને ત્યારબાદ મંદિરની બહારના પરિસરની સફાઈ કરાઈ હતી. સ્વચ્છતા અભિયાન આજે ગાંધી જયંતિ હોવાથી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે દેશ ભરમાં,દેશ ભરના પ્રખ્યાત મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે,સાળંગપુર મંદિર વિશાળ મંદિર છે અને રોજના હજારો ભકતો દાદાના દર્શન કરવામાં આવતા હોય છે,મંદિરમાં સફાઈ કર્મીઓ દ્રારા તો રોજ મંદિર પરિસરને સ્વચ્છ રાખવામાં આવે છે,આજે મંદિર પરિસર તેમજ મંદિરના બહારના ભાગમાં પણ સફાઈ કરવામાં આવી હતી તેમજ જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ પણ કર્યુ સફાઈ અભિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહાત્મા ગાંધીની જન્મ જયંતીએ પોરબંદરના સુદામા મંદિર પરિસરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈશ્રમદાનમાં સહભાગી થયા હતા તેઓની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા. પુરસ્કાર થકી સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી અપાનાર ૧૯૮ એવોર્ડમાં રોકડ પુરસ્કાર તરીકે જિલ્લાના શ્રેષ્ઠ એક તાલુકાને રૂ. ૩૦ લાખની રકમ આપવામાં આવશે. જ્યારે, જિલ્લા દીઠ શ્રેષ્ઠ પાંચ ગામોને ગામ દીઠ રૂ. ૧૦ લાખની રકમ પુરસ્કાર તરીકે આપવામાં આવશે. આમ, રાજ્યભરમાં રૂ. ૭૧.૮૦ કરોડના કુલ ૨૨૨ પુરસ્કાર થકી સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા, તાલુકા અને ગામોને સન્માનિત કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુજરાતમાં યોજાનાર આ અભિયાન અંતર્ગત દૈનિક તેમજ અઠવાડિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જેમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્ગો, ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, જળ સંસ્થાનો, પ્રતિમાઓ, માર્કેટ જેવા જાહેર સ્થળો ઉપરાંત સરકારી કચેરીઓ અને સંસ્થાઓની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. આશ્રિતોના કલ્યાણ માટે પ્રવૃત્તિઓ હાથ ધરાશે તદુપરાંત, આ અભિયાનમાં જનભાગીદારી વધારવા માટે સાંસ્કૃતિક ઉત્સવ, શ્રમ દાન દિવસ, સ્વચ્છતા રેલી, સ્વચ્છતાથી સ્વાસ્થ્ય તરફ, ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન, શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી, સ્વચ્છ સેલ્ફી સ્ટેશન, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, સ્વચ્છ સ્વાદ ગલીયા, કચરે સે કંચન વર્કશોપ, સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અભિયાન, સ્વચ્છતા સંવાદ તેમજ સ્વચ્છ કલા પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવશે. સફાઈ મિત્ર સુરક્ષા શિબિર દરમિયાન તમામ સફાઈ કર્મચારીઓ તેમજ વિસ્તારના અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓ અને તેમના આશ્રિતોના કલ્યાણ માટે પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદના સાળંગપુર મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિર પરિસર તેમજ મંદિરની બહાર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતુ,આ સ્વચ્છતા અભિયાનમાં પૂજારી ડી.કે.સ્વામી તેમજ સ્વયંસેવકો હાજર રહ્યાં હતા.મંદિર ખૂબ મોટું હોવાથી વહેલી સવારથી સફાઈ અભિયાન હાથ ધરાયું હતુ,પહેલા મંદિરની અંદરનું પરિસર અને ત્યારબાદ મંદિરની બહારના પરિસરની સફાઈ કરાઈ હતી.
સ્વચ્છતા અભિયાન
આજે ગાંધી જયંતિ હોવાથી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે દેશ ભરમાં,દેશ ભરના પ્રખ્યાત મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે,સાળંગપુર મંદિર વિશાળ મંદિર છે અને રોજના હજારો ભકતો દાદાના દર્શન કરવામાં આવતા હોય છે,મંદિરમાં સફાઈ કર્મીઓ દ્રારા તો રોજ મંદિર પરિસરને સ્વચ્છ રાખવામાં આવે છે,આજે મંદિર પરિસર તેમજ મંદિરના બહારના ભાગમાં પણ સફાઈ કરવામાં આવી હતી તેમજ જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ પણ કર્યુ સફાઈ અભિયાન
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહાત્મા ગાંધીની જન્મ જયંતીએ પોરબંદરના સુદામા મંદિર પરિસરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈશ્રમદાનમાં સહભાગી થયા હતા તેઓની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા.
પુરસ્કાર થકી સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી
આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી અપાનાર ૧૯૮ એવોર્ડમાં રોકડ પુરસ્કાર તરીકે જિલ્લાના શ્રેષ્ઠ એક તાલુકાને રૂ. ૩૦ લાખની રકમ આપવામાં આવશે. જ્યારે, જિલ્લા દીઠ શ્રેષ્ઠ પાંચ ગામોને ગામ દીઠ રૂ. ૧૦ લાખની રકમ પુરસ્કાર તરીકે આપવામાં આવશે. આમ, રાજ્યભરમાં રૂ. ૭૧.૮૦ કરોડના કુલ ૨૨૨ પુરસ્કાર થકી સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા, તાલુકા અને ગામોને સન્માનિત કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુજરાતમાં યોજાનાર આ અભિયાન અંતર્ગત દૈનિક તેમજ અઠવાડિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જેમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્ગો, ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, જળ સંસ્થાનો, પ્રતિમાઓ, માર્કેટ જેવા જાહેર સ્થળો ઉપરાંત સરકારી કચેરીઓ અને સંસ્થાઓની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.
આશ્રિતોના કલ્યાણ માટે પ્રવૃત્તિઓ હાથ ધરાશે
તદુપરાંત, આ અભિયાનમાં જનભાગીદારી વધારવા માટે સાંસ્કૃતિક ઉત્સવ, શ્રમ દાન દિવસ, સ્વચ્છતા રેલી, સ્વચ્છતાથી સ્વાસ્થ્ય તરફ, ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન, શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી, સ્વચ્છ સેલ્ફી સ્ટેશન, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, સ્વચ્છ સ્વાદ ગલીયા, કચરે સે કંચન વર્કશોપ, સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અભિયાન, સ્વચ્છતા સંવાદ તેમજ સ્વચ્છ કલા પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવશે. સફાઈ મિત્ર સુરક્ષા શિબિર દરમિયાન તમામ સફાઈ કર્મચારીઓ તેમજ વિસ્તારના અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓ અને તેમના આશ્રિતોના કલ્યાણ માટે પ્રવૃત્તિઓ હાથ ધરાશે.