Amreliમા શિવલિંગ નીકળવા મામલે મોટો પર્દાફાશ થયો

અમરેલીમાં શિવલિંગ નીકળવા મામલે મોટો પર્દાફાશ થયો છે. સરકારી જમીનને પચાવી પાડવા ઢોંગ કર્યાનો પર્દાફાશ થયો છે. જમીનમાંથી શિવલિંગના દાવામાં જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. તેમાં વિજ્ઞાન જાથાએ માલતીબેન ભૂવાનો ભાંડો ફોડ્યો છે. શ્રદ્ધાના નામે મૂર્ખ બનાવ્યોનો ભાંડો ફૂટ્યો છે. ષડયંત્ર રચરનાર ઢોંગી મહિલાને કાયદાનું ભાન કરાવ્યું છે. મહિલાએ પોલીસ સ્ટેશનમાં કબૂલાતનામું લખવું પડ્યું મહિલાએ પોલીસ સ્ટેશનમાં કબૂલાતનામું લખવું પડ્યું હતુ. ઢોંગી મહિલાએ કહ્યું હવે હું ધૂણવાનું બંધ કરી દઈશ. અમરેલી શહેરમાં આવેલ ગિરધર નગર નામની સોસાયટીમાં એક મહિલાએ અફવા ફેલાવી અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવતા વિજ્ઞાનજાથાએ તેનો પર્દાફાશ કર્યો છે. અમરેલી શહેરના ગિરધર નગર સોસાયટીમાં રહેતા એક મહિલા કે જેનું નામ માલતીબેન અરજણભાઈ ભુવા છે. તેમણે જમીનમાં દટાયેલા શિવલિંગ બાબતે ખોટી અફવા ફેલાવી અંધશ્રદ્ધા ફેલાવવાનો જે પ્રયાસ કર્યો છે તે અયોગ્ય છે તેવું સ્થાનિક મહિલાઓ પણ કહી રહી છે ત્યારે આ બાબતનો એક વીડિયો વાયરલ થયો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પર્દાફાશ કરી અને અંધશ્રદ્ધા ના ફેલાવા લોકોને અપીલ કરી અમરેલીના ગિરધરનગર સોસાયટીમાં રહેતી મહિલા માલતીબેન અરજણભાઈ ભુવાએ પોતાની સાત વર્ષથી સપનું આવતું હોવાનો દાવો કર્યો અને તે મુજબ ઘરની પાછળના ભાગે જમીનની અંદર શિવલિંગ હોવાનો દાવો કરતા છેલ્લા કેટલાય મહિનાથી તેમણે ધૂળવાનું ચાલુ કરી દીધું હતું અને પાંચ દિવસ પહેલા તેમના ઘરની પાછળના ભાગે મહિલાએ બતાવેલા સ્થળ ઉપર ખોદકામ કરતા માત્ર દોઢ ફૂટ નીચે શિવલિંગ મળી આવ્યું. આ પછી ત્યાં મંદિર બનાવવાની પણ તેમણે વાત કરી હતી અને સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના આધારે વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા તેઓએ અમરેલી તાલુકા પોલીસની ટીમને સાથે રાખી તેમજ અગ્રણી નાગરિકોને સાથે રાખી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે આગેવાનો એવું જણાવ્યું કે આ જમીન સરકારી માલિકીની છે ત્યાં મંદિર બનાવવાનો અને જમીનને પચાવી પાડવાનું તૂત ઊભું કર્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે અને માત્ર દોઢ ફૂટ નીચે શિવલિંગ મળે નહીં જેનો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પર્દાફાશ કરી અને અંધશ્રદ્ધા ના ફેલાવા લોકોને અપીલ પણ કરી છે.

Amreliમા શિવલિંગ નીકળવા મામલે મોટો પર્દાફાશ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલીમાં શિવલિંગ નીકળવા મામલે મોટો પર્દાફાશ થયો છે. સરકારી જમીનને પચાવી પાડવા ઢોંગ કર્યાનો પર્દાફાશ થયો છે. જમીનમાંથી શિવલિંગના દાવામાં જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. તેમાં વિજ્ઞાન જાથાએ માલતીબેન ભૂવાનો ભાંડો ફોડ્યો છે. શ્રદ્ધાના નામે મૂર્ખ બનાવ્યોનો ભાંડો ફૂટ્યો છે. ષડયંત્ર રચરનાર ઢોંગી મહિલાને કાયદાનું ભાન કરાવ્યું છે.

મહિલાએ પોલીસ સ્ટેશનમાં કબૂલાતનામું લખવું પડ્યું

મહિલાએ પોલીસ સ્ટેશનમાં કબૂલાતનામું લખવું પડ્યું હતુ. ઢોંગી મહિલાએ કહ્યું હવે હું ધૂણવાનું બંધ કરી દઈશ. અમરેલી શહેરમાં આવેલ ગિરધર નગર નામની સોસાયટીમાં એક મહિલાએ અફવા ફેલાવી અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવતા વિજ્ઞાનજાથાએ તેનો પર્દાફાશ કર્યો છે. અમરેલી શહેરના ગિરધર નગર સોસાયટીમાં રહેતા એક મહિલા કે જેનું નામ માલતીબેન અરજણભાઈ ભુવા છે. તેમણે જમીનમાં દટાયેલા શિવલિંગ બાબતે ખોટી અફવા ફેલાવી અંધશ્રદ્ધા ફેલાવવાનો જે પ્રયાસ કર્યો છે તે અયોગ્ય છે તેવું સ્થાનિક મહિલાઓ પણ કહી રહી છે ત્યારે આ બાબતનો એક વીડિયો વાયરલ થયો છે.

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પર્દાફાશ કરી અને અંધશ્રદ્ધા ના ફેલાવા લોકોને અપીલ કરી

અમરેલીના ગિરધરનગર સોસાયટીમાં રહેતી મહિલા માલતીબેન અરજણભાઈ ભુવાએ પોતાની સાત વર્ષથી સપનું આવતું હોવાનો દાવો કર્યો અને તે મુજબ ઘરની પાછળના ભાગે જમીનની અંદર શિવલિંગ હોવાનો દાવો કરતા છેલ્લા કેટલાય મહિનાથી તેમણે ધૂળવાનું ચાલુ કરી દીધું હતું અને પાંચ દિવસ પહેલા તેમના ઘરની પાછળના ભાગે મહિલાએ બતાવેલા સ્થળ ઉપર ખોદકામ કરતા માત્ર દોઢ ફૂટ નીચે શિવલિંગ મળી આવ્યું. આ પછી ત્યાં મંદિર બનાવવાની પણ તેમણે વાત કરી હતી અને સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના આધારે વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા તેઓએ અમરેલી તાલુકા પોલીસની ટીમને સાથે રાખી તેમજ અગ્રણી નાગરિકોને સાથે રાખી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે આગેવાનો એવું જણાવ્યું કે આ જમીન સરકારી માલિકીની છે ત્યાં મંદિર બનાવવાનો અને જમીનને પચાવી પાડવાનું તૂત ઊભું કર્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે અને માત્ર દોઢ ફૂટ નીચે શિવલિંગ મળે નહીં જેનો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પર્દાફાશ કરી અને અંધશ્રદ્ધા ના ફેલાવા લોકોને અપીલ પણ કરી છે.