Sabarkantha News: સાબરકાંઠામાં રીંછે વૃદ્ધ પર કર્યો હુમલો, ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું

સાબરકાંઠામાં રીંછે વૃદ્ધ પર હુમલો કર્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં રીંછના હુમલાના કારણે આ વૃદ્ધાને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારે રીંછ દ્વારા હુમલો કરવામાં આવતા ઇજા પહોંચી હોવાથી વૃદ્ધાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સાબરકાંઠાના વિજયનગરમાં રીંછે માનવી પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો.રીંછનો હુમલો થતા ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું સાબરકાંઠામાં વિજયનગરના સારોલી ચીકણા જંગલની હદનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક વૃદ્ધ માલિકી ખેતરમાં પશુ ચરાવતા હતા તે દરમ્યાન અચાનક રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ રીંછ દ્વારા અચાનક જ વૃદ્ધા પર હુમલો કર્યો હોવાના કારણે ફોરેસ્ટ વિભાગને ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ પણ એક્શનમાં આવી ગયું હતું. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મળતી માહિતી અનુસાર, અસોડ અળખાજી પિથાજી 62 વર્ષીય ઉપર જંગલમાંથી અચાનક રીંછ સામે આવી જતા હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તેમને માથાના અને છાતીના ભાગે તેમજ શરીરે મોટી ગંભીર ઈજાઓ પહોંચતા વિજયનગર બાદ હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રીછને પાંજરે પુરવા માટે જંગલમાં કવાયત રીંછના હુમલામાં ઇજાગ્રસ્તને સારવાર માટે હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, રીછ હુમલાના બનાવ બન્યા હોવાના કારણે સાબરકાંઠા વનવિભાગ હરકતમાં આવી ગયું છે. સાબરકાંઠાની વન વિભાગની ટીમ બે દિવસથી રીછને પાંજરે પુરવા માટે જંગલમાં કવાયત હાથ ધરી છે.અગાઉ છોટાઉદેપુરમાં પણ આવી ઘટના બની હતી મહત્વનું કહી શકાય કે આ અગાઉ પણ ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લામાં રીંછ દ્વારા માનવી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ઘટનાની જાણ થતાં છોટાઉદેપુરના ફોરેસ્ટ વિભાગ દ્વારા રીંછને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. સાથે જ ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

Sabarkantha News: સાબરકાંઠામાં રીંછે વૃદ્ધ પર કર્યો હુમલો, ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠામાં રીંછે વૃદ્ધ પર હુમલો કર્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં રીંછના હુમલાના કારણે આ વૃદ્ધાને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારે રીંછ દ્વારા હુમલો કરવામાં આવતા ઇજા પહોંચી હોવાથી વૃદ્ધાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સાબરકાંઠાના વિજયનગરમાં રીંછે માનવી પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો.

રીંછનો હુમલો થતા ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું

સાબરકાંઠામાં વિજયનગરના સારોલી ચીકણા જંગલની હદનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક વૃદ્ધ માલિકી ખેતરમાં પશુ ચરાવતા હતા તે દરમ્યાન અચાનક રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ રીંછ દ્વારા અચાનક જ વૃદ્ધા પર હુમલો કર્યો હોવાના કારણે ફોરેસ્ટ વિભાગને ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ પણ એક્શનમાં આવી ગયું હતું.

ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

મળતી માહિતી અનુસાર, અસોડ અળખાજી પિથાજી 62 વર્ષીય ઉપર જંગલમાંથી અચાનક રીંછ સામે આવી જતા હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તેમને માથાના અને છાતીના ભાગે તેમજ શરીરે મોટી ગંભીર ઈજાઓ પહોંચતા વિજયનગર બાદ હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

રીછને પાંજરે પુરવા માટે જંગલમાં કવાયત

રીંછના હુમલામાં ઇજાગ્રસ્તને સારવાર માટે હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, રીછ હુમલાના બનાવ બન્યા હોવાના કારણે સાબરકાંઠા વનવિભાગ હરકતમાં આવી ગયું છે. સાબરકાંઠાની વન વિભાગની ટીમ બે દિવસથી રીછને પાંજરે પુરવા માટે જંગલમાં કવાયત હાથ ધરી છે.

અગાઉ છોટાઉદેપુરમાં પણ આવી ઘટના બની હતી

મહત્વનું કહી શકાય કે આ અગાઉ પણ ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લામાં રીંછ દ્વારા માનવી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ઘટનાની જાણ થતાં છોટાઉદેપુરના ફોરેસ્ટ વિભાગ દ્વારા રીંછને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. સાથે જ ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.