Amreliના બગસરામાં પ્રેમીપંખીડાએ સજોડે આત્મહત્યા કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી

અમરેલીમાં પ્રેમીપંખીડાએ દુનિયાને અલવિદા કહ્યું. પ્રેમીપંખીડાએ સાથે જીવવાના અને સાથે મરવાનું વચન પાળતા સજોડે આત્મહત્યા કરી. પ્રેમીપંખીડાની આત્મહત્યાના સમાચારે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી. જિલ્લા પોલીસે ઘટના સ્થળ પર પંહોચી વિગત નોંધી કાર્યવાહી હાથ ધરી.પ્રેમીપંખીડાને દુનિયા અને સમાજના કઠોર નિયમોમાંથી મુક્તિ મેળવી. અમરેલીમાં પ્રેમીપંખીડાએ સજોડે આત્મહત્યા કરવાની ઘટના સામે આવી. આ ઘટના ડાંગયાપીર દરગાહ જવાના રસ્તે બનવા પામી. દરગાહ જવાના રસ્તા પરના એક ખાલી મકાનમાં યુવક અને યુવતીને ગળફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા. સ્થાનિકોને જાણ થતાં જ પોલીસને ઘટનાની માહિતી આપી. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરનાર યુવાન અને યુવતી એકબીજાના પ્રેમમાં હોવાની જાણકારી મળી. યુવતી 21 વર્ષની આસપાસ અને યુવાનની ઉંમર અંદાજે 25 માનવામાં આવે છે. ડાંગયાપીર દરગાહ જવાના રસ્તે આવેલ મકાનમાં આત્મહત્યા કરનાર યુવતીનું નામ નિરલ ભાડાભાઈ વાઘેલા છે જ્યારે યુવાનનું નામ કિસન બાવકુભાઈ ચારોળિયા છે. યુવાન અને યુવતી એકબીજાને પ્રેમ કરતાં હતાં. બંને વચ્ચેના પ્રેમના કારણે તેમનો પરિવાર નારાજ હોઈ શકે. અને ભવિષ્યમાં તેમનો પરિવાર બંને વચ્ચેના પ્રેમના સ્વીકાર ના કરતા લગ્નની મંજૂરી નહીં આપે તેવી સંભાવનાને પગલે પ્રેમીપંખીડાએ આ પગલું ભર્યું હોવાનું પોલીસનું અનુમાન છે. બગસરાની યુવતી નિરલ અને કુંકાવાવના યુવાન કિસને સજોડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી.બગસરામાં પ્રેમીપંખીડાએ મકાનમાં આત્મહત્યા કરવાની ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.પોલીસે પ્રેમીપંખીડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. PM રીપોર્ટ બાદ પ્રેમીપંખીડાના પરિવારજનોની પૂછપરછ હાથ ધરશે. પ્રેમીપંખીડાને કોઈ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું કે પછી અન્ય કોઈ શખ્સની હેરાનગતિના કારણે બંનેએ જીવન ટૂંકાવ્યું જેવી તમામ શકયતાઓના આધારે પોલીસ વધુ વિગતો પ્રાપ્ત કરશે. 

Amreliના બગસરામાં પ્રેમીપંખીડાએ સજોડે આત્મહત્યા કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલીમાં પ્રેમીપંખીડાએ દુનિયાને અલવિદા કહ્યું. પ્રેમીપંખીડાએ સાથે જીવવાના અને સાથે મરવાનું વચન પાળતા સજોડે આત્મહત્યા કરી. પ્રેમીપંખીડાની આત્મહત્યાના સમાચારે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી. જિલ્લા પોલીસે ઘટના સ્થળ પર પંહોચી વિગત નોંધી કાર્યવાહી હાથ ધરી.

પ્રેમીપંખીડાને દુનિયા અને સમાજના કઠોર નિયમોમાંથી મુક્તિ મેળવી. અમરેલીમાં પ્રેમીપંખીડાએ સજોડે આત્મહત્યા કરવાની ઘટના સામે આવી. આ ઘટના ડાંગયાપીર દરગાહ જવાના રસ્તે બનવા પામી. દરગાહ જવાના રસ્તા પરના એક ખાલી મકાનમાં યુવક અને યુવતીને ગળફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા. સ્થાનિકોને જાણ થતાં જ પોલીસને ઘટનાની માહિતી આપી. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરનાર યુવાન અને યુવતી એકબીજાના પ્રેમમાં હોવાની જાણકારી મળી. યુવતી 21 વર્ષની આસપાસ અને યુવાનની ઉંમર અંદાજે 25 માનવામાં આવે છે.

ડાંગયાપીર દરગાહ જવાના રસ્તે આવેલ મકાનમાં આત્મહત્યા કરનાર યુવતીનું નામ નિરલ ભાડાભાઈ વાઘેલા છે જ્યારે યુવાનનું નામ કિસન બાવકુભાઈ ચારોળિયા છે. યુવાન અને યુવતી એકબીજાને પ્રેમ કરતાં હતાં. બંને વચ્ચેના પ્રેમના કારણે તેમનો પરિવાર નારાજ હોઈ શકે. અને ભવિષ્યમાં તેમનો પરિવાર બંને વચ્ચેના પ્રેમના સ્વીકાર ના કરતા લગ્નની મંજૂરી નહીં આપે તેવી સંભાવનાને પગલે પ્રેમીપંખીડાએ આ પગલું ભર્યું હોવાનું પોલીસનું અનુમાન છે.

બગસરાની યુવતી નિરલ અને કુંકાવાવના યુવાન કિસને સજોડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી.બગસરામાં પ્રેમીપંખીડાએ મકાનમાં આત્મહત્યા કરવાની ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.પોલીસે પ્રેમીપંખીડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. PM રીપોર્ટ બાદ પ્રેમીપંખીડાના પરિવારજનોની પૂછપરછ હાથ ધરશે. પ્રેમીપંખીડાને કોઈ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું કે પછી અન્ય કોઈ શખ્સની હેરાનગતિના કારણે બંનેએ જીવન ટૂંકાવ્યું જેવી તમામ શકયતાઓના આધારે પોલીસ વધુ વિગતો પ્રાપ્ત કરશે.