Amreliના ધારી નજીક મહંત હર્ષદ બાપુ પર જીવલેણ હુમલાનો વીડિયો થયો વાયરલ

Sep 27, 2025 - 13:00
Amreliના ધારી નજીક મહંત હર્ષદ બાપુ પર જીવલેણ હુમલાનો વીડિયો થયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલીના ધારી તાલુકાના ગઢીયા ગામમાં આવેલી દાન મહારાજની જગ્યાના મહંત હર્ષદ બાપુ પર ગંભીર હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે. ગઈ કાલે મોડી સાંજે કેટલાક અજાણ્યા શખ્સોએ મહંત પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં હર્ષદ બાપુને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ મહંતની હાલત નાજુક જણાતાં તેમને તાત્કાલિક ધારીની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ વધુ સારવારની જરૂર જણાતા તેમને અમરેલી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

ધારીના ગઢીયામાં હર્ષદ બાપુ પર થયો હતો હુમલો

જ્યાં હાલ તેમની સઘન સારવાર ચાલી રહી છે. આ હુમલાના સંદર્ભમાં હુમલો કરનારા સંભવિત શખ્સો દ્વારા મહંતને ધમકી આપવામાં આવી રહી હોય તેવો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક શખ્સો મહંત હર્ષદ બાપુને ધમકાવતા અને વિવાદિત વાતો કરતા નજરે પડે છે. આ વાયરલ વીડિયોને હુમલાખોરોની ઓળખ માટે એક મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ગઢીયા ગામે અને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

હુમલામાં મહંતને ગંભીર ઇજાઓ થઈ હતી

પોલીસે મહંતના નિવેદનના આધારે અને વાયરલ વીડિયોના ફૂટેજની મદદથી હુમલાખોરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલા પાછળનું ચોક્કસ કારણ અંગત અદાવત છે કે પછી અન્ય કોઈ વિવાદ છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ધાર્મિક સ્થળના મહંત પર થયેલા આ હુમલાને કારણે ધાર્મિક સંગઠનોમાં રોષની લાગણી ફેલાઈ છે અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0