Amreliના ધારીના માણવાવમાં મિજબાની માણી રહેલા સિંહો આખલાને જોઈ ભાગ્યા

ધારીના માણાવાવમાં આખલાને જોઈ સિંહનું ટોળુ ભાગ્યુ માણાવાવની શેરીમાં સિંહના ટોળાએ કર્યો હતો શિકાર મેજબાની માણી રહેલા ટોળા પાસે પહોચ્યો હતો આખલો ગુજરાતના અમરેલીમાં સૌથી વધારે સિંહો જોવા મળે છે,રાત્રીના સમયે શિકારની શોધમાં સિંહો ગામ સુધી પહોંચી જતા હોય છે,આવી જ એક ઘટના ધારીના માણાવાવમાં બની હતી જેમાં સિંહો રાત્રીના સમયે શિકાર કરીને મિજબાની માણી રહ્યાં હતા તે વખતે અચાનક આખલો ત્યાં આવી પહોંચ્યો હતો,તો સિંહોએ આખલાને જોઈ દોટ મૂકી હતી. સિંહો શિકાર કરીને માણતા હતા મિજબાની ગુજરાતમાં સૌરાષ્ટ્ર પંથક એ સિંહોનું હબ ગણવામાં આવે છે,જંગલમાંથી સિંહો ગ્રામ્ય તરફ તમને જોવા મળતા હોય છે,કયારેક સિંહ લટાર મારતો પણ કેમેરામાં કેદ થયો છે,તો કયારેક સિંહ પરિવાર સાથે પણ જોવા મળે છે,અમરેલીના ધારીમાં આવેલુ માણવાવ ગામ કે જયા ગત રાત્રે સિંહોએ શિકાર કરી મિજબાની માણી હતી અને તેઓ શિકાર કરીને નિખળતા હતા એટલામાં એક આખલો ત્યા આવે છે,તો સિંહોનું ધ્યાન જતા આખલો ત્યા ઉભો રહી જાય છે ત્યારબાદ સિંહો અધુરી મિજબાની માણીને નિકળી ગયા હતા. 14 સિંહોનું આવ્યું ટોળુ સિંહોના ટોળા ન હોવાની કહેવત ફરી ખોટી પુરવાર ઠરી છે.ધારીના માણાવાવ ગામે ગત રાત્રે 14 સિંહો ઘુસ્યા હતા અને શિકાર કરીને મિજબાની માણી હતી,ગામની શેરીમાં શિકાર કરતા ગ્રામજનો પણ જાગી ઉઠયા હતા.માણાવાવ ગામની ભીખુભાઈ માંજરીયાની શેરીમાં સિંહોએ કર્યો હતો શિકાર.શિકારની મિજબાની માણતા સિંહો આખલાને જોઈ ગભરાઈ ગયા હતા અને શિકાર મૂકીને નિકળી ગયા હતા.પરંતુ જેવો આખલો ત્યાથી નિકળે છે અને તરત જ સિંહો પાછા મિજબાનીની મજા માણતા જોવા મળ્યા હતા. એક સાથે બે ગામમાં કર્યુ મારણ અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. શિકારની શોધમાં સિંહો ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી પશુઓનાં મારણ કરતા હોવાની ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે. ત્યારે સિંહોએ પશુઓનું મારણ કર્યાની વધુ બે ઘટના સામે આવી છે. ધારીના માણાવાવ અને જાફરાબાદના કાગવદર ગામમાં સિંહોએ પશુ મારણ કર્યું છે.  

Amreliના ધારીના માણવાવમાં મિજબાની માણી રહેલા સિંહો આખલાને જોઈ ભાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધારીના માણાવાવમાં આખલાને જોઈ સિંહનું ટોળુ ભાગ્યુ
  • માણાવાવની શેરીમાં સિંહના ટોળાએ કર્યો હતો શિકાર
  • મેજબાની માણી રહેલા ટોળા પાસે પહોચ્યો હતો આખલો

ગુજરાતના અમરેલીમાં સૌથી વધારે સિંહો જોવા મળે છે,રાત્રીના સમયે શિકારની શોધમાં સિંહો ગામ સુધી પહોંચી જતા હોય છે,આવી જ એક ઘટના ધારીના માણાવાવમાં બની હતી જેમાં સિંહો રાત્રીના સમયે શિકાર કરીને મિજબાની માણી રહ્યાં હતા તે વખતે અચાનક આખલો ત્યાં આવી પહોંચ્યો હતો,તો સિંહોએ આખલાને જોઈ દોટ મૂકી હતી.

સિંહો શિકાર કરીને માણતા હતા મિજબાની

ગુજરાતમાં સૌરાષ્ટ્ર પંથક એ સિંહોનું હબ ગણવામાં આવે છે,જંગલમાંથી સિંહો ગ્રામ્ય તરફ તમને જોવા મળતા હોય છે,કયારેક સિંહ લટાર મારતો પણ કેમેરામાં કેદ થયો છે,તો કયારેક સિંહ પરિવાર સાથે પણ જોવા મળે છે,અમરેલીના ધારીમાં આવેલુ માણવાવ ગામ કે જયા ગત રાત્રે સિંહોએ શિકાર કરી મિજબાની માણી હતી અને તેઓ શિકાર કરીને નિખળતા હતા એટલામાં એક આખલો ત્યા આવે છે,તો સિંહોનું ધ્યાન જતા આખલો ત્યા ઉભો રહી જાય છે ત્યારબાદ સિંહો અધુરી મિજબાની માણીને નિકળી ગયા હતા.

14 સિંહોનું આવ્યું ટોળુ

સિંહોના ટોળા ન હોવાની કહેવત ફરી ખોટી પુરવાર ઠરી છે.ધારીના માણાવાવ ગામે ગત રાત્રે 14 સિંહો ઘુસ્યા હતા અને શિકાર કરીને મિજબાની માણી હતી,ગામની શેરીમાં શિકાર કરતા ગ્રામજનો પણ જાગી ઉઠયા હતા.માણાવાવ ગામની ભીખુભાઈ માંજરીયાની શેરીમાં સિંહોએ કર્યો હતો શિકાર.શિકારની મિજબાની માણતા સિંહો આખલાને જોઈ ગભરાઈ ગયા હતા અને શિકાર મૂકીને નિકળી ગયા હતા.પરંતુ જેવો આખલો ત્યાથી નિકળે છે અને તરત જ સિંહો પાછા મિજબાનીની મજા માણતા જોવા મળ્યા હતા.

એક સાથે બે ગામમાં કર્યુ મારણ

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. શિકારની શોધમાં સિંહો ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી પશુઓનાં મારણ કરતા હોવાની ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે. ત્યારે સિંહોએ પશુઓનું મારણ કર્યાની વધુ બે ઘટના સામે આવી છે. ધારીના માણાવાવ અને જાફરાબાદના કાગવદર ગામમાં સિંહોએ પશુ મારણ કર્યું છે.