Amit Khunt Suicide Case: 'તું 5 ફૂટની અને તારે....ડીસીપીએ મોડેલને શું કહ્યુ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ ગોંડલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પુત્ર ગણેશ જાડેજા, 6 પીઆઇ સહીત કુલ 28 લોકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દબાણ પૂર્વક ખોટી રીતે 6 લોકોના નામ આપવા દબાણ કરતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સગીરાએ ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા સામે પણ લગાવ્યા આરોપ લગાવ્યો છે.
અમિત ખૂંટ આત્મહત્યા કેસ
રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. ગોંડલ કોર્ટમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ ફરિયાદ નોંધાવી છે. ડીસીપીએ સગીરાને 'તું 5 ફૂટની છો. અને મોડલ બનવું છે.? હાક થું' આવા શબ્દો બોલ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે તપાસ SMCને સોંપવામાં આવે તેવી કરાઈ માંગ કરવામાં આવી છે. કોર્ટ દ્વારા 1 જુલાઇ 2025 સુધીમાં સીસીટીવી ફુટેજ રજૂ કરવા પોલીસને નિર્દેશ આપવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો ?
3 મેના રોજ રાજકોટમાં મોડેલિંગ ક્ષેત્રે કામ કરતી સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ 5 મેના રોજ અમિત ખૂંટે રીબડામાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ કેસમાં અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. અને મોટા માથાઓના નામ સામે આવ્યા છે. ત્યારે હવે દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરાએ ગોંડલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી કેસમાં નવો વળાંક આપ્યો છે.
What's Your Reaction?






