AMCના ભરતી કૌભાંડમાં વધુ 3 આરોપીની ધરપકડ, થયો મોટો ખુલાસો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક ટેક્નિકલ સુપરવાઈઝરની ભરતીમાં કેટલાક ઉમેદવારોના માર્ક્સમાં ચેડા કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ કારંજ પોલીસને મળી હતી. જે મામલે કારંજ પોલીસે AMCના હેડ ક્લાર્ક પુલકીત સથવારાની ધરપકડ કરી છે.રૂપિયા 7-7 લાખ લેવાનું નક્કી કર્યું હતું આરોપી પુલકીત સથવારાએ વધુ એક ઉમેદવારના માર્કસમાં છેડછાડ કરીને નોકરી અપાવી હોવાનું સામે આવ્યું છે. સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (લાઇટ)ની ભરતીમાં તેણે મૃગેશ નામના વ્યક્તિના માર્ક્સમાં છેડછાડ કરીને નોકરી અપાવી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તેણે જય અને મોનલ નામના ઉમેદવાર પાસેથી 5 લાખ જ્યારે તમન્ના અને મૃગેશ પાસેથી રૂપિયા 7-7 લાખ લેવાનું નક્કી કર્યું હતું. જેમાંથી તેને અગાઉ 10 લાખ જેટલી રકમ પણ ચુકવી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મોનલ લીમ્બાચીયા, જય પટેલ અને અશોક પટેલ નામના વધુ ત્રણ આરોપીની પણ ધરપકડ કરી છે. ધંધામાં નુકસાન જતાં કૌભાંડ આચર્યુ જય પટેલની માતા અને પુલકીતના પત્ની એક જ ગામના રહેવાસી છે અને બંન્ને સારા મિત્રો પણ છે. જેથી આ મારફતે તેનો સંપર્ક પુલકીત સાથે થયો હતો. પુલકીતે અન્ય ભાગીદારો સાથે મળીને નળસરોવર ખાતે ફીશીંગના ધંધાની ભાગીદારી કરી હતી. જે ધંધામાં રોકાણ કરવા માટે તેણે કેટલાક પરિચિતો પાસેથી આશરે રૂપિયા 90થી 95 લાખ જેટલી રકમ લીધી હતી. જો કે આ ધંધામાં રૂપિયા 80 લાખ જેટલું નુકસાન થતાં તેને ભરપાઈ કરવા માટે તેણે આ કૌભાંડ આચર્યું હતું. પુલકીત સથવારાના મહિન્દ્રા કોટક બેન્ક, બેન્ક ઓફ ઈન્ડીયા સહિત અન્ય કેટલીક બેન્કોમાં એકાઉન્ટ મળી આવ્યા છે. જે એકાઉન્ટ પણ પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીને સાથે રાખીને જ્યારે AMC ઓફિસમાં સર્ચ કર્યું ત્યારે 6 નંગ હાર્ડ ડીસ્ક, માર્ક સ્ટેટમેન્ટ વગેરના ડેટાવાળી 3 નંગ ડીવીડી મળી આવી છે. જે તપાસ અર્થે FSL ખાતે પણ મોકલી આપવામાં આવેલી છે. આરોપી છેલ્લા 12 વર્ષથી હેડ ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો હાલમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપી છેલ્લા 12 વર્ષથી હેડ ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. તેણે આ સમયગાળા દરમિયાન અન્ય કોઈ ભરતીમાં કૌભાંડ આચર્યું છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત અન્ય કોઈ ઉમેદવારના માર્ક્સમાં કોઈ છેડછાડ કરી છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

AMCના ભરતી કૌભાંડમાં વધુ 3 આરોપીની ધરપકડ, થયો મોટો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક ટેક્નિકલ સુપરવાઈઝરની ભરતીમાં કેટલાક ઉમેદવારોના માર્ક્સમાં ચેડા કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ કારંજ પોલીસને મળી હતી. જે મામલે કારંજ પોલીસે AMCના હેડ ક્લાર્ક પુલકીત સથવારાની ધરપકડ કરી છે.

રૂપિયા 7-7 લાખ લેવાનું નક્કી કર્યું હતું

આરોપી પુલકીત સથવારાએ વધુ એક ઉમેદવારના માર્કસમાં છેડછાડ કરીને નોકરી અપાવી હોવાનું સામે આવ્યું છે. સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (લાઇટ)ની ભરતીમાં તેણે મૃગેશ નામના વ્યક્તિના માર્ક્સમાં છેડછાડ કરીને નોકરી અપાવી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તેણે જય અને મોનલ નામના ઉમેદવાર પાસેથી 5 લાખ જ્યારે તમન્ના અને મૃગેશ પાસેથી રૂપિયા 7-7 લાખ લેવાનું નક્કી કર્યું હતું. જેમાંથી તેને અગાઉ 10 લાખ જેટલી રકમ પણ ચુકવી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મોનલ લીમ્બાચીયા, જય પટેલ અને અશોક પટેલ નામના વધુ ત્રણ આરોપીની પણ ધરપકડ કરી છે.

ધંધામાં નુકસાન જતાં કૌભાંડ આચર્યુ

જય પટેલની માતા અને પુલકીતના પત્ની એક જ ગામના રહેવાસી છે અને બંન્ને સારા મિત્રો પણ છે. જેથી આ મારફતે તેનો સંપર્ક પુલકીત સાથે થયો હતો. પુલકીતે અન્ય ભાગીદારો સાથે મળીને નળસરોવર ખાતે ફીશીંગના ધંધાની ભાગીદારી કરી હતી. જે ધંધામાં રોકાણ કરવા માટે તેણે કેટલાક પરિચિતો પાસેથી આશરે રૂપિયા 90થી 95 લાખ જેટલી રકમ લીધી હતી. જો કે આ ધંધામાં રૂપિયા 80 લાખ જેટલું નુકસાન થતાં તેને ભરપાઈ કરવા માટે તેણે આ કૌભાંડ આચર્યું હતું. પુલકીત સથવારાના મહિન્દ્રા કોટક બેન્ક, બેન્ક ઓફ ઈન્ડીયા સહિત અન્ય કેટલીક બેન્કોમાં એકાઉન્ટ મળી આવ્યા છે. જે એકાઉન્ટ પણ પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીને સાથે રાખીને જ્યારે AMC ઓફિસમાં સર્ચ કર્યું ત્યારે 6 નંગ હાર્ડ ડીસ્ક, માર્ક સ્ટેટમેન્ટ વગેરના ડેટાવાળી 3 નંગ ડીવીડી મળી આવી છે. જે તપાસ અર્થે FSL ખાતે પણ મોકલી આપવામાં આવેલી છે.

આરોપી છેલ્લા 12 વર્ષથી હેડ ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો

હાલમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપી છેલ્લા 12 વર્ષથી હેડ ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. તેણે આ સમયગાળા દરમિયાન અન્ય કોઈ ભરતીમાં કૌભાંડ આચર્યું છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત અન્ય કોઈ ઉમેદવારના માર્ક્સમાં કોઈ છેડછાડ કરી છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.