AMC Budget 2025 : આજે 13,500થી વધુનું ડ્રાફટ બજેટ થશે મંજૂર
અમદાવાદ મ્યુ કોર્પોરેશનનું આજે 13,500થી વધુનું ડ્રાફટ બજેટ રજૂ થશે જેમાં શહેરીજનોના માથે ટેકસનો બોજો વધી શકે છે સાથે સાથે,સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજેટની રકમમાં 20 થી 25 ટકાનો વધારો પણ કરાયો છે,અમદાવાદ મ્યુ કમિશનર ડ્રાફટ બજેટ રજૂ કરશે.આ વર્ષે બજેટનું કદ 13,500 કરોડથી વધુનું હશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ થશે,જેમાં કલાઈમેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની થીમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે,ગત વર્ષે 10,801 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે,શહેરમાં નવા 22 થી 25 ગાર્ડનોની સાથે તળાવો પણ તૈયાર કરવાની જાહેરાત કરાશે સાથે સાથે જે વિસ્તારમાં વિકાસના કામો બાકી છે તેવા વિસ્તારોમાં વિકાસના કામ માટે પણ અલગથી બજેટ ફાળવવામાં આવી શકે છે,રોડ માટે પણ અલગથી રકમ ફાળવવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશન એક જ સ્થળેથી મળે તેવી વ્યવસ્થા કરાશે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ શહેરમાં મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબની જાહેરાત કરશે. જેમાં એક જ સ્થળે રેલવે, બસ સહિતની સવિધા મળશે. નવા વર્ષે પણ મિશન થ્રી મિલિયન ટ્રીનું આયોજન કરાશે. જેની માટે અલગથી બજેટની ફાળવણી કરાશે. ફાયર માટે નવા સાધનોની ખરીદી માટે પણ બજેટની ફાળવણી કરાશે. કાંકરિયા તળાવમાં નવી બાબતોનો ઉમેરો કરવાની પણ જાહેરાત થઈ શકે છે,શહેરીજનોને કોઈ તકલીફ ના પડે એ માટે આ વખતે બજેટની રકમમાં વધારો કરાયો છે. રોડની સમસ્યા અમદાવાદમાં સૌથી વધારે અમદાવાદ મ્યુ કોર્પોરેશનને રોડ,પાણી અને ડ્રેનેજને લઈ સૌથી વધારે ફરિયાદો મળતી હોય છે ત્યારે આ વખતે બજેટમાં રોડને લઈ 35 થી 40 ટકા રકમ અલગ ફાળવવામાં આવશે અને રોડ નવા તૈયાર કરવામાં આવશે,હાલ પણ અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારોમાં રોડને લઈ કામગીરી ચાલી રહી છે.નવા વિસ્તારોમાં બોરની જગ્યાએ નર્મદાનું પાણી મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે,બીજી તરફ પાણીને લઈ નર્મદાની અલગ લાઈન પણ શહેરીજનોને આપવામાં આવી શકે છે એટલે કે બોરની જગ્યાએ નર્મદાનું પાણી ઉપયોગમાં લઈ શકાશે.
![AMC Budget 2025 : આજે 13,500થી વધુનું ડ્રાફટ બજેટ થશે મંજૂર](https://epapercdn.sandesh.com/images/2025/02/06/Z6UG2iFyR8mdlG8xINO8hcRffh6WF9HkjM2OLl3a.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુ કોર્પોરેશનનું આજે 13,500થી વધુનું ડ્રાફટ બજેટ રજૂ થશે જેમાં શહેરીજનોના માથે ટેકસનો બોજો વધી શકે છે સાથે સાથે,સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજેટની રકમમાં 20 થી 25 ટકાનો વધારો પણ કરાયો છે,અમદાવાદ મ્યુ કમિશનર ડ્રાફટ બજેટ રજૂ કરશે.
આ વર્ષે બજેટનું કદ 13,500 કરોડથી વધુનું હશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ થશે,જેમાં કલાઈમેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની થીમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે,ગત વર્ષે 10,801 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે,શહેરમાં નવા 22 થી 25 ગાર્ડનોની સાથે તળાવો પણ તૈયાર કરવાની જાહેરાત કરાશે સાથે સાથે જે વિસ્તારમાં વિકાસના કામો બાકી છે તેવા વિસ્તારોમાં વિકાસના કામ માટે પણ અલગથી બજેટ ફાળવવામાં આવી શકે છે,રોડ માટે પણ અલગથી રકમ ફાળવવામાં આવશે.
ટ્રાન્સપોર્ટેશન એક જ સ્થળેથી મળે તેવી વ્યવસ્થા કરાશે
અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ શહેરમાં મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબની જાહેરાત કરશે. જેમાં એક જ સ્થળે રેલવે, બસ સહિતની સવિધા મળશે. નવા વર્ષે પણ મિશન થ્રી મિલિયન ટ્રીનું આયોજન કરાશે. જેની માટે અલગથી બજેટની ફાળવણી કરાશે. ફાયર માટે નવા સાધનોની ખરીદી માટે પણ બજેટની ફાળવણી કરાશે. કાંકરિયા તળાવમાં નવી બાબતોનો ઉમેરો કરવાની પણ જાહેરાત થઈ શકે છે,શહેરીજનોને કોઈ તકલીફ ના પડે એ માટે આ વખતે બજેટની રકમમાં વધારો કરાયો છે.
રોડની સમસ્યા અમદાવાદમાં સૌથી વધારે
અમદાવાદ મ્યુ કોર્પોરેશનને રોડ,પાણી અને ડ્રેનેજને લઈ સૌથી વધારે ફરિયાદો મળતી હોય છે ત્યારે આ વખતે બજેટમાં રોડને લઈ 35 થી 40 ટકા રકમ અલગ ફાળવવામાં આવશે અને રોડ નવા તૈયાર કરવામાં આવશે,હાલ પણ અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારોમાં રોડને લઈ કામગીરી ચાલી રહી છે.નવા વિસ્તારોમાં બોરની જગ્યાએ નર્મદાનું પાણી મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે,બીજી તરફ પાણીને લઈ નર્મદાની અલગ લાઈન પણ શહેરીજનોને આપવામાં આવી શકે છે એટલે કે બોરની જગ્યાએ નર્મદાનું પાણી ઉપયોગમાં લઈ શકાશે.