હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પતંગ રસિયાઓને લઈ મોટી આગાહી કરી છે જેમાં ઉત્તરાયણમાં 14થી 16 જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં રાહત મળશે તેમજ કચ્છ સિવાયના વિસ્તારોમાં ઠંડી ઓછી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,ઉત્તરાયણના દિવસે સવારે સારો પવન રહેશે તેમજ બપોરના સમયે પવન બહુ નહી રહે અને સાંજના સમયે પાછો પવન ઉઘડશે,સાથે સાથે વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે.
ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળશે અસર : અંબાલાલ પટેલ
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો અને સૌરાષ્ટ્ર કચ્છમાં શીત લહેર પણ ફરી વળી હતી પરંતુ મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો પ્રથમ મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ દેશના ઉત્તરીયા પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે. ત્યારે જેટ ધારા લીધે અને અને બંગાળના ભેજના કારણે અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ કરા, પવનના તોફાનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે.
26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,26 જાન્યુઆરી બાદ રાજયમાં ફરી ઠંડીનું જોર વધશે સાથે સાથે,મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે તો ઉત્તર ગુજરાત,પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપામાન રહેશે અને ઉતરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે.
ગાત્રો થીજવતી ઠંડીની આગાહી : અંબાલાલ પટેલ
પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાશે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે છે.ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે.