Ambalal Patelની મોટી આગાહી, જાન્યુઆરી મહિનાના અંતમાં પડી શકે છે વરસાદી ઝાપટું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ફરી વરસાદ પડવાની આગાહી કરી છે ,જેમા જાન્યુઆરી મહિનાના અંતમાં વરસાદની શકયતા સેવી છે,ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં સાથે સાથે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે,દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં વાતાવરણ પલટો આવશે જેને લઈ ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,5 દિવસ સુધી તાપમાનમાં વધારો થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઉંચકાય તેવી આગાહી કરવામાં આવી છે,એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં વાતાવરણમાં બદલાવ આવશે અને જાન્યુઆરી મહિનાના અંતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે,દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે,તો બીજી તરફ અંબાલાલ પટેલનું માનવું છે કે,ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં પણ સારી એવી ઠંડી પડી શકે છે.
ગુજરાતમાં ઠંડીનો હજી રહેશે ચમકારો : અંબાલાલ પટેલ
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો અને સૌરાષ્ટ્ર કચ્છમાં શીત લહેર પણ ફરી વળી હતી પરંતુ મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો પ્રથમ મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ દેશના ઉત્તરીયા પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે. ત્યારે જેટ ધારા લીધે અને અને બંગાળના ભેજના કારણે અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ કરા, પવનના તોફાનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે.
26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,26 જાન્યુઆરી બાદ રાજયમાં ફરી ઠંડીનું જોર વધશે સાથે સાથે,મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે તો ઉત્તર ગુજરાત,પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપામાન રહેશે અને ઉતરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે.
What's Your Reaction?






