Ambaji: મહામેળાના સમાપન પૂર્વે કલેક્ટર મિહિર પટેલ સહિત તંત્રના 500 અધિકારીઓએ ત્રિશૂલિયા ઘાટથી અંબાજી સુધી કરી પદયાત્રા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉત્તર ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાના સમાપન પૂર્વે એક ભાવુક અને શ્રદ્ધામય દ્રશ્ય જોવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં સમગ્ર બનાસકાંઠા વહીવટી તંત્રએ માં અંબાના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વિશાળ પદયાત્રા યોજી હતી. મહામેળો હવે ગણતરીના કલાકોમાં પૂર્ણ થવા તરફ છે ત્યારે રાત-દિવસ અવિરત સેવા આપનારા વિવિધ વિભાગોના આશરે ૫૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ આ પદયાત્રામાં પદયાત્રી બનીને જોડાયા હતા.
અંબાજીમાં વહીવટી તંત્રની ભાવુક પદયાત્રા
જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાથે દાંતા SDM, અમીરગઢ SDM, પાલનપુર SDM તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ત્રિશૂલિયા ઘાટથી અંબાજી મંદિર સુધી પગપાળા ચાલીને પહોંચ્યા હતા. આ પદયાત્રા દરમિયાન અધિકારીઓએ ત્રિશૂલિયા ઘાટના કઠિન વળાંકો વચ્ચે ચાલીને દૂર-દૂરથી આવતા લાખો શ્રદ્ધાળુઓની અથાક ભક્તિ અને શ્રમનો રૂબરૂ અનુભવ કર્યો હતો. કલેક્ટર સહિત સમગ્ર કાફલાએ અંબાજી પહોંચી મા અંબાના નિજ મંદિરે શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
મા અંબાના નિજ મંદિરે શીશ નમાવી વ્યક્ત કરી કૃતજ્ઞતા!
લાખો માઇભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભાદરવી પૂનમનો આ મહામેળો અત્યંત શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સુખરૂપ રીતે સંપન્ન થાય તેવા પવિત્ર આશય સાથે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના રાત-દિવસના અથાક પરિશ્રમ અને સફળ આયોજન બદલ કલેક્ટર સહિતના તમામ અધિકારીઓએ જગતજનની અંબાના ચરણોમાં આભાર વ્યક્ત કર્યો હતો તેમજ મા અંબાના આશીર્વાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લા, ગુજરાતની પ્રજા અને તંત્ર પર સદાય બન્યા રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો: Ahmedabad: મુંબઈ એરપોર્ટ પર DRI ની મોટી રેડ; દુબઈથી આવેલ 3 પેસેન્જર પાસેથી 14.81 કરોડનું સોનું જપ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

