Ambaji: ભક્તો ખાનગી કે મંદિરના બીજા મહારાજો પાસે ધજા ચઢાવી શકશે નહીં

અંબાજી ખાતે સખી મંડળ દ્વારા મહિલાઓ જાતે જ ધજા બનાવવાની કામગીરી કરી રહી છેઅંબાજી મંદિરમાં ધજા ચઢાવવાને લઈને હવે ટ્રસ્ટ દ્વારા નિયમ તૈયાર કરવામાં આવ્યો અગાઉ એજન્ટો અને મહારાજ 3,000થી 11,000 રૂપિયા ભક્તો પાસેથી પડાવતા હતા શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે દેશ-વિદેશમાંથી ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.  માતાજીના મંદિર ઉપર ધજા ચઢાવવાનું ખૂબ જ મહત્વ અંબાજી ખાતે આવતા ભક્તો માતાજીના મંદિર ઉપર ધજા ચઢાવવાનું ખૂબ જ મહત્વ સમજે છે. અંબાજી ખાતે આવતા ભક્તો મંદિરમાં અલગ અલગ લોકો પાસે ધજા ચઢાવતા હતા. અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાને લઈને અગાઉ પણ ઘણા વિવાદ થયેલા છે અને જેને લઈને ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા હવે અંબાજી ખાતે સખી મંડળ દ્વારા મહિલાઓ જાતે જ ધજા બનાવવાની કામગીરી કરી રહી છે અને આ ધજા અલગ અલગ માપની અંબાજીમાં જ મહિલાઓ બનાવી રહી છે. અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાને લઈને હવે ટ્રસ્ટ દ્વારા નિયમ તૈયાર કરવામાં આવ્યો આ ધજાઓ તૈયાર થઈને અંબાજી મંદિર ખાતે મોકલવામાં આવે છે અને ત્યારબાદ આ ધજા મંદિરના શિખર ઉપર ભક્તો દ્વારા ચઢાવવામાં આવે છે. અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાને લઈને હવે ટ્રસ્ટ દ્વારા નિયમ તૈયાર કરવામાં આવ્યો છે અને માઈ ભક્તો હવે મંદિરના શિખર ઉપર ધજા ચઢાવવા માટે મંદિર ટ્રસ્ટની ઓફિસમાં સંપર્ક કરીને જ ધજા ચઢાવી શકશે. ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ ભક્તોને આપવામાં આવશે અન્ય ખાનગી કે મંદિરના બીજા મહારાજા પાસે ધજા ચઢાવી શકશે નહીં. મંદિર ટ્રસ્ટ દ્વારા અમુક નક્કી રકમ ટ્રસ્ટમાં ભરપાઈ કર્યા બાદ મંદિરના જ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાન દ્વારા આ ધજાનું પૂજન કર્યા બાદ આ ધજા મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવશે અને તેના ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ ભક્તોને આપવામાં આવશે. અંબાજી મંદિરમાં અગાઉ ધજાના નામે મોટો વેપાર ચાલતો હતો અને કેટલાક એજન્ટો અને મહારાજ 3,000થી 11,000 સુધી ભક્તો પાસેથી નાણા પડાવતા હતા. હવે સોમનાથ અને દ્વારકા બાદ અંબાજીમાં પણ ટ્રસ્ટ હસ્તક ધજાનો વહીવટ શરૂ થશે. 

Ambaji: ભક્તો ખાનગી કે મંદિરના બીજા મહારાજો પાસે ધજા ચઢાવી શકશે નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અંબાજી ખાતે સખી મંડળ દ્વારા મહિલાઓ જાતે જ ધજા બનાવવાની કામગીરી કરી રહી છે
  • અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાને લઈને હવે ટ્રસ્ટ દ્વારા નિયમ તૈયાર કરવામાં આવ્યો
  • અગાઉ એજન્ટો અને મહારાજ 3,000થી 11,000 રૂપિયા ભક્તો પાસેથી પડાવતા હતા

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે દેશ-વિદેશમાંથી ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

 માતાજીના મંદિર ઉપર ધજા ચઢાવવાનું ખૂબ જ મહત્વ

અંબાજી ખાતે આવતા ભક્તો માતાજીના મંદિર ઉપર ધજા ચઢાવવાનું ખૂબ જ મહત્વ સમજે છે. અંબાજી ખાતે આવતા ભક્તો મંદિરમાં અલગ અલગ લોકો પાસે ધજા ચઢાવતા હતા. અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાને લઈને અગાઉ પણ ઘણા વિવાદ થયેલા છે અને જેને લઈને ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા હવે અંબાજી ખાતે સખી મંડળ દ્વારા મહિલાઓ જાતે જ ધજા બનાવવાની કામગીરી કરી રહી છે અને આ ધજા અલગ અલગ માપની અંબાજીમાં જ મહિલાઓ બનાવી રહી છે.

અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાને લઈને હવે ટ્રસ્ટ દ્વારા નિયમ તૈયાર કરવામાં આવ્યો

આ ધજાઓ તૈયાર થઈને અંબાજી મંદિર ખાતે મોકલવામાં આવે છે અને ત્યારબાદ આ ધજા મંદિરના શિખર ઉપર ભક્તો દ્વારા ચઢાવવામાં આવે છે. અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાને લઈને હવે ટ્રસ્ટ દ્વારા નિયમ તૈયાર કરવામાં આવ્યો છે અને માઈ ભક્તો હવે મંદિરના શિખર ઉપર ધજા ચઢાવવા માટે મંદિર ટ્રસ્ટની ઓફિસમાં સંપર્ક કરીને જ ધજા ચઢાવી શકશે.

ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ ભક્તોને આપવામાં આવશે

અન્ય ખાનગી કે મંદિરના બીજા મહારાજા પાસે ધજા ચઢાવી શકશે નહીં. મંદિર ટ્રસ્ટ દ્વારા અમુક નક્કી રકમ ટ્રસ્ટમાં ભરપાઈ કર્યા બાદ મંદિરના જ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાન દ્વારા આ ધજાનું પૂજન કર્યા બાદ આ ધજા મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવશે અને તેના ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ ભક્તોને આપવામાં આવશે. અંબાજી મંદિરમાં અગાઉ ધજાના નામે મોટો વેપાર ચાલતો હતો અને કેટલાક એજન્ટો અને મહારાજ 3,000થી 11,000 સુધી ભક્તો પાસેથી નાણા પડાવતા હતા. હવે સોમનાથ અને દ્વારકા બાદ અંબાજીમાં પણ ટ્રસ્ટ હસ્તક ધજાનો વહીવટ શરૂ થશે.