Ambaji: નજીકના કુંભારિયામાં વિવાદિત માર્ગ તંત્ર દ્વારા બંધ કરી કોટ ચણી દેવાતા ચકચાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંબાજી નજીક આવેલ કુંભારીયા માં કાયદા કાનુન નો સગવડયો ઉપયોગ કરી સરકારી જમીનમાં બનાવેલ પાકા માર્ગને તોડી પાડી આ માર્ગ પર દિવાલ ચણી બંધ કરી દેવાતા ચકચારની લાગણી જન્મી છે
અંબાજી નજીક ના કુંભારિયા વિસ્તારમાં આવેલ પાર્વતી પ્રણામ સોસાયટી તરફ્ જવાનો માર્ગ કે જે છેલ્લા કેટલાય વર્ષોથી વિવાદમાં રહેવા પામ્યો હતો નીતિ નિયમોની અવહેલના કરી કે સગવડયો ઉપયોગ કરી આ સોસાયટી તરફ્ જવાના માર્ગ પર પાકો રસ્તો બનાવવામાં આવ્યો હતો હાઇવે રોડથી સીધા સોસાયટીમાં જવાય તેવો માર્ગ બનતા સોસાયટીના મકાનો ના ભાવ પણ ઉચકાયા હતા ત્યારે આ બાબતે મોડી મોડે તંત્ર દ્વારા વહેલી સવારે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રોડ તોડી ત્યાં પાકી ઇંટોનું ચણતર કરી આડસ કરી બંધ કરી દેવાતા રહીશોમાં ફ્ફ્ડાટની લાગણી સાથે અનેક પ્રશ્નો ચર્ચાના ચકડોળે ચડયા છે
અંબાજી ના પોષ વિસ્તારમાં જેની ગણના થાય છે તેવી પાર્વતી પ્રણામ સોસાયટી બની જાય ભવ્ય બંગલા તરફ્ જવા માટે રોડ ટચ રસ્તો બની જાય ત્યાં સુધી તંત્ર કેમ મોન રહ્યું તંત્ર દ્વારા અત્યાર સુધી ધૃતરાષ્ટ્રની ભૂમિકા કેમ ભજવી તે બાબતે અનેક સવાલ ખડા થયા છે. આ રસ્તો બંધ કરી સરકારી જમીન હોવાનું ગાણું ગાનાર તંત્ર અત્યાર સુધી કેમ ચૂપ રહ્યું તેની પણ નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થાય તથા જો ખરેખર આ જમીન સરકારી હોય તો ફરી તેના પર દબાણ કરી ઉપયોગ ન થાય તે બાબતે તંત્ર દ્વારા યોગ્ય કરવું જોઈએ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

